તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ જિ.માં 29 નાયબ મામલતદારોની બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લામાં વહીવટી પારદર્શિતા લાવવા તથા તંત્રમાં નવો પ્રાણ ફૂંકવા માટે કલેકટર સંદિપ સાંગલેએ શુક્રવારે મોડી સાંજે બદલીનો ગંજીફો ચીપ્યો હતો. વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતાં 29 નાયબ મામલતદારોની આંતરિક બદલીના હુકમો થતાં કર્મચારી આલમમાં હડકંપ મચી ગયો હતો. જિલ્લા પંચાયતમાં પણ તલાટીઓ સહિત 25 કર્મચારીઓની આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે. જિલ્લામાં વહીવટી પારદર્શિતા આવે તથા અરજદારોની કામગીરી ઝડપી બને તે માટે તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યાં છે.

તંત્રમાં ગતિશિલતા લાવવા માટે કલેકટર સંદિપ સાંગલેએ શુક્રવારે મોડી સાંજે નાયબ મામલતદારોની બદલીના હુકમ કર્યાં હતાં. જિલ્લા પંચાયતમાં પણ 21 તલાટીઓ સહિત 25 કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.

જિ.પં.માં 25થી વધારે કર્મચારીઓની બદલીઓ

વહીવટી પારદર્શિતા લાવવા કલેકટરે ગંજીફો ચીપ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો