આદિવાસીઓ પર ખોટા કેસ થશે તો આંદોલનની ચીમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયસરકાર દ્વારા પોલીસતંત્ર તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચનો દુર ઉપયોગ કરી જનતાદળ( યુ ) ,ભારતીય ટ્રાયબલ પાર્ટી, ભિલીસ્થાન ટાઇગર સેનાના આગેવાનો ,કાર્યકરો પર દબાણ લાવવાના આશયથી ખોટા કેસો કરાવી ધમકીઓ આપવા વિરૂઘ્ઘ રાજયપાલને સંબોધી લખેલ આવેદનપત્ર સોમવારે ઝગડીયા મામલતદારને આપવામાં આવ્યું છે.

આદિવાસીઓ પર ખોટા દબાણો લાવશે તો રાજય ભરમાં વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે.આદિવાસી આગેવાનો ઘ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે, રાજયસભાની ચુંંટણીમાં ઝગડીયાના જેડીયુના ધારાસભ્યએ ભાજપ વિરૂઘ્ઘ મતદાન કર્યુ હતું. જેથી રાજય સરકાર રાજકીય કિન્નખોરી રાખી છોટુભાઇ વસાવાની પાર્ટીના કાર્યકતાઓ તથા ભિલીસ્થાન ટાઇગર સેના,ભારતીય ટ્રાયબલ પાર્ટીની સાથે સંકળાયેલ આગેવાનો ઉપર શાસન-પ્રશાસન અને પોલીસ દ્વારા ખોટા કેસો દાખલ કરી તેમને ડરાવી ધમકાવામાં આવી રહ્યાં છે.

ભરૂચ, નર્મદા, સુરત, વડોદરા, છોટા ઉદેપુર, સાંબરકાઠા, તાપી, વલસાડ જીલ્લાઓમાં આગેવાનો કાર્યકરોને નિશાન બનાવી ભાજપ સરકાર રાજકીય સત્તાનો દુરઉપયોગ કરી રહી છે. સુરતના માંગરોલ તાલુકામાં,દેડીયાપાડા તથા સાંગબારા તાલુકામાં વડોદરા જીલ્લામાં કામ કરતા આદિવાસી આગેવાનો પર ખોટા કેસો ઉભા કરવામાં આવ્યા છે. સમયસર બાબતનો યોગ્ય નિકાલના આવે તો આવનારમાં ટુંક સમયમાં આખા રાજ્યમાં આદિવાસી સમાજ આંદોલન કરશે.

આગેવાનોએ ઝઘડીયા મામલતદારને રજૂઆત કરી

છોટુભાઇએ ભાજપને મત આપતાં હેરાનગતિનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...