તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચથી દહેજ માર્ગ પર ટોલની વસૂલાત કરવા છતાં રસ્તો ખખડધજ

ભરૂચથી દહેજ માર્ગ પર ટોલની વસૂલાત કરવા છતાં રસ્તો ખખડધજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરમાં સવારે 8 થી રાત્રીના 8 વાગ્યા સુધી લકઝરી બસોના પ્રવેશ ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધને હટાવી લેવા દહેજના ગંધાર પેટ્રોકેમિકલ્સ કર્મચારી યુનિયને રજુઆત કરી છે. બસો શહેરમાં આવતી નહિ હોવાને કારણે 10 હજારથી વધુ કર્મચારીઓ હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ભરૂચથી દહેજ વચ્ચેનો સીક્સલેન રોડ પર ટોલ લેવામાં આવતો હોવા છતા રસ્તો બિસ્માર હાલતમાં છે.

દહેજ GIDCમાં ફરજ બજાવતા કર્મચારીઓ મોટાભાગે ભરૂચ શહેરમાં વસવાટ કરતા હોય છે. કર્મચારીઓને કંપની સુધી લાવવા અને લઇ જવા માટે લકઝરી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં સવારના 8થી રાત્રીના 8 વાગ્યા સુધી ભારદારી વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકતું જાહેરનામું અમલમાં છે. સવારે 8 વાગ્યા પછીની શીફ્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને કંપનીની બસમાં બેસવા માટે શ્રવણ ચોકડી,એબીસી ચોકડી તથા ઝાડેશ્વર ચોકડી સુધી લાબા થવું પડે છે. પ્રતિબંધની અસર 10 હજાર કર્મચારીઓ પર પડી રહી છે. દહેજના ગંધાર પેટ્રોકેમિકલ્સ કર્મચારી યુનિયનના મહેશ પરમાર સહિતના આગેવાનોએ પ્રતિબંધ હટાવી લેવાની માંગણી કરી છે.વધુમાં ભરૂચ અને દહેજને જોડતો સીક્સલેન રોડ ચોમાસામાં એકદમ ખખડધજ બની ગયો છે. ભરૂચથી દહેજ સુધીનું 45 કિમીનું અંતર કાપવામાં 1 : 30 કલાકથી વધુનો સમય લાંગી રહ્યો છે. ભેસલી ગામ પાસેનો ભુખી ખાડીનો પુલ બિસ્માર હોવાથી અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે.

શહેરમાં દિવસે લકઝરી બસોને પ્રવેશ આપવાની માંગણી કરવામાં આવી

ગંધાર પેટ્રોકેમિકલ્સ કર્મચારી યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી

ભરૂચ શહેરમાં દિવસ દરમ્યાન લકઝરી બસની અવર જવર પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...