તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંચાઇ માટે 24 કલાક વીજળી આપવા માંગણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપારડીડિવિઝનમાં આવેલા ગ્રામિણ વિસ્તારોમાં ફકત આઠ કલાક થ્રી ફેઇઝ વિજળી આપવામાં આવેછે જ્યારે ઝગડીયા ડિવિઝન તેમજ ભરૂચ વડોદરા જીલ્લાના કેટલાક ગ્રામિણ વિસ્તારોમાં થ્રી ફેઇઝ ઉપરાંત સીંગલ ફેઇઝ વિજળી આપવામાં આવે છે. જો ૨૪ કલાક સીંગલ ફેઇઝ વિજળી આપવામાં આવે તો ખેતરોમાં કેબલ ફ્યુઝની ચોરી થતી અટકશે. રાજપારડી તથા આસપાસના ગામોમાં ખેતરોમાંથી કેબલ ફ્યુઝની ચોરીઓના બનાવોમાં વધારો થયો છેે. ખેડુતોને અંધકારમાં જવર અવર કરવી પડે છે. આને લઇને હિંસક પ્રાણીઓના હુમલાઓનો ડર રહે છે.સુનીલ પટેલ,રમેશ વસાવા અને ધર્મેન્દ્ર છાંસટીયા સહિતના આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી.

રાજપારડીમાં હિંસક પ્રાણીઓનો ડર

ઝઘડીયા યુથ કોંગ્રેસે રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...