તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • છીદ્રા સબ સ્ટેશનમાં બે વીજ કર્મીઓ પર ત્રણ શખ્સોનો ધારિયાથી હુમલો

છીદ્રા સબ સ્ટેશનમાં બે વીજ કર્મીઓ પર ત્રણ શખ્સોનો ધારિયાથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જંબુસર તાલુકામાં આવેલાં છીદ્રાગામની સીમમાં આવેલી વીજ કંપનીના સબસ્ટેશનમાં રાત્રીના સમયે સબ સ્ટેશન ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ કલ્યાણસિંહ રાજ તેમજ ઇલેક્ટ્રીક ઓપરેટર સતિષ જગદિશ ટેલર ઉપસ્થિત હતાં. તે વેળાં સિગામ ગામનો સંજયસિંહ યાદવ તેમજ તેના અન્ય બે-ત્રણ સાગરિતો નશામાં ધૂત થઇને સબ સ્ટેશન પર આવી પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે સતિષ ટેલરને ધાકધમકીઓ આપી સબસ્ટેશનમાંથી ફિડર બંધ કરી દેવા જણાવ્યું હતું. જેના પગલે તેમની વચ્ચે બોલાચાલી થતાં સંજયસિંહ યાદવે આવેશમાં આવી જઇ તેમના હાથમાના ધારિયાના હાથા વડે ગંભીર રીતે ઘા કરી ઇજાઓ પહોંચાડી હતી. જાનથી મારીનાંખવાની ધાકધમકીઓ આપી ત્યાંથી નાસી છુટ્યાં હતાં. ઇજાગ્રસ્તને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયેદસનરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કાવી પોલીસે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

નશાની હાલતમાં કચેરીએ આવી ફિડરો બંધ કરવાની ધમકી આપી

અન્ય સમાચારો પણ છે...