તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ગાય સાથે અકસ્માત થયા બાદ મારુતિવાન ખાડીમાં ખાબકી

ગાય સાથે અકસ્માત થયા બાદ મારુતિવાન ખાડીમાં ખાબકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહયો છે. બુધવારે વહેલી સવારે ઝાડેશ્વર રોડ પર શબરી વિદ્યાલયની સામે રખડતી ગાય સાથે અકસ્માત બાદ મારૂતિવાન ખાડીમાં ખાબકી હતી. અકસ્માતમાં ગાયને પણ ગંભીર ઇજા પહોંચી હતી. રખડતા ઢોરના માલિકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાંગ કરી રહયાં છે.

શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં પશુપાલકો તેમના પશુઓને છુટ્ટા મુકી દેતા હોવાને કારણે તેઓ માર્ગો પર અડીંગો જમાવી દેતાં હોય છે. વાહનવ્યવહારમાં અડચણરૂપ થતાં પશુઓ લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયાં હોવા છતાં તંત્ર કોઇ નકકર કાર્યવાહી કરતું નથી. બુધવારે સવારે રખડતી ગાયને કારણે મારૂતિવાનનો ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો. ઝાડેશ્વર રોડ પર આવેલી શબરી વિદ્યાલય સામે ગાય સાથે અથડાયા બાદ મારુતિવાન સીધી ખાડીમાં ખાબકી હતી જોકે સદ નસીબે ચાલકનો બચાવ થયો હતો. પશુઓને રખડતા મુકી દેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહયાં છે.

ભરૂચના ઝાડેશ્વર રોડ પર શબરી વિદ્યાલય સામે રખડતી ગાય સાથે મારૂતિવાન અથડાતા મારૂતિવાન ખાડીમાં ખાબકી હતી.

વળાંક પર ગંદકીની ભરમાર

શબરીવિદ્યાલય સામે આવેલાં વળાંકને લોકોએ ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે. જાહેરમાં આડેધડ કચરો નાંખી દેતો હોવાથી પશુઓ ખોરાકની શોધમાં વિસ્તારમાં રખડતા રહે છે. જાહેરમાં કચરો નાંખનારાઓ સામે પણ કાર્યવાહી થવી જરૂરી છે.

સદનસીબે વાનના ડ્રાયવરનો આબાદ બચાવ થયો

ભરૂચ ઝાડેશ્વર રોડ વચ્ચે રખડતા ઢોરોનો ત્રાસ

અન્ય સમાચારો પણ છે...