તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં કોગ્રેસ કાર્યકરોની અમરનાથ યાત્રીઓને શ્રધ્ધાજલી

ભરૂચમાં કોગ્રેસ કાર્યકરોની અમરનાથ યાત્રીઓને શ્રધ્ધાજલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મુ-કાશ્મીરનાઅનંતનાગમાં અમરનાથ યાત્રીઓની બસ પર થયેલા આંતકવાદી હુમલાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ભરૂચમાં કોગ્રેસના કાર્યકરોએ સ્ટેશન રોડ પર આવેલા મધ્યસ્થ કાર્યાલય ખાતે મીણબત્તી પ્રગટાવી અમરનાથયાત્રાના મૃતકોને દિલસોજી પાઠવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ દર્શને જઇ રહેલા યાત્રાળુઓ પર અનંતનાગમાં આંતકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં 7 શ્રધ્ધાળુઓના મોત નિપજ્યા હતાં. જ્યારે 34 થી વધારે ઘાયલ થયા હતાં. આંતકવાદીઓના હિન કૃત્યોની દેશ ભરના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર પુતળા દહન અને કેન્ડલ માર્ચના કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે.

ભરૂચમાં કોગ્રેસ કાર્યાલય ખાતે મીણબત્તીઓ પ્રગટાવી અનંતનાગના મૃતકોને શ્રધ્ધાજલી આપવામાં આવી હતી.આ પ્રસંગે કિરણ ઠાકોર, નાઝુ ફડવાલા, જશુબેન પઢિયાર, ઝુબેર પટેલ, નીકુલ મિસ્ત્રી, ઇલ્યાસ પટેલ, દીલાવર પટેલ, અરવિંદ દોરાવાલા, પરેશ મેવાડા, ધ્રૃતા રાવલ સહિતના કાર્યકરો તથા આગેવાનો હાજર રહ્યાં હતાં.

આંતકવાદીઓ સામે કડક પગલા ભરવા સરકારને આહવાન

મધ્યસ્થ કાર્યાલય ખાતે મીણબત્તીઓ પ્રગટાવી

અન્ય સમાચારો પણ છે...