તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • કાર્યક્રમ| પાટીદાર સમાજને સંગઠિત બની સમાજનો વિકાસ કરવા હાકલ કરવામાં આવી હતી

કાર્યક્રમ| પાટીદાર સમાજને સંગઠિત બની સમાજનો વિકાસ કરવા હાકલ કરવામાં આવી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાઝાડેશ્વર સોસાયટી વિસ્તાર પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પાટીદાર સમાજના પરિવારો એકત્રિત થયા હતાં. સમાજના વિકાસ તથા ભાઇચારાની ભાવના ઉજાગર કરવાના હેતુસર સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટીદાર સમાજના આગેવાનોએ સમાજના દરેક પરીવારને એકત્ર કરી સંગઠન શક્તિ છે,સંગઠન તાકાત છે સુત્ર ઉચ્ચારી તેઓને સંગઠીત બનવા સુચન કર્યુ હતું. બાળકના ઘડતરના અનેકવિધ પાસાને આવરી લઇ વિકાસલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પાટીદાર સમાજના મૂળભૂત સંસ્કારો તથા પ્રણાલી લુપ્ત થાય તેથી તેને ઉજાગર રાખવા સમાજના દરેક પરિવારને અનુરોધ કરવામાં આવ્યો હતો. બાળકએ નાનપણથી કુંટુંબના સભ્યોનું અનુકરણ કરી બધું શિખે તેથી તેનું ભાવિ ઉજજવળ બને તે માટે કુંટુંબમાં યોગ્ય સંસ્કાર તથા આચરણ જરૂરી છે. કાર્યક્રમને સફળ બનાવવા રાકેશ.ડી. પટેલ, મણીભાઇ પટેલ, મોહનભાઇ પટેલ, પ્રફુલ પટેલ, યોગેશ પટેલ, હરેશ પટેલ, પ્રવિણ પટેલ, વિમલ પટેલ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

મુળભુત સંસ્કારો અને સંસ્કૃતિ જાળવી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો

પાટીદાર સમાજનો સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો.

પાટીદાર સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો

અન્ય સમાચારો પણ છે...