તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • જિલ્લાના ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત

જિલ્લાના ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશમાંથયેલાં 6 ખેડૂતોના મોત પ્રકરણમાં તેમના પરિવારને ન્યાય મળે તેમજ સ્થાનિક ખેડૂતોના પડતર પ્રશ્નોના સંદર્ભમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

નેશનલ કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ ડાહ્યાભાઇ સોલંકી તેમજ

...અનુસંધાન પાના નં.2

રાષ્ટ્રાવાદી કિશાન સભાના જિલ્લા પ્રમુખ ધનસુખ પટેલ તથા કાર્યકરો દ્વારા આજે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે મધ્યપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કાબુમાં લેવાની આડમાં 6 ખેડૂતોના મોતની ઘટનાને વખોડી હતી. ઉપરાંત તેમના પરિવારજનોએ યોગ્ય ન્યાય મળે તેવી માંગણી કરી હતી. સાથે સાથે તેમણે સ્થાનિક ખેડૂતોના પ્રશ્નોની પણ રજૂઆત કરી હતી. જેમાં નર્મદા નદી કાંઠાની જમીનોમાં વધી રહેલી ખારપટની સમસ્યાને અટકાવવા માટે જરૂરી પગલાં ભરવા, નેશનલ હાઇવે પર અંક્લેશ્વરથી ભરૂચનો નવો રોડ બનાવવામાં આવ્યો છે જેને પગલે સર્વિસ રોડને થયેલાં નુકશાનને કારણે માંડવા, મુલદ, ગોવાલી સહિતના વિસ્તારના ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે. જિલ્લાની દરેક એપીઅેમસીમાં બારદાન નથી ના બહાને ખેડૂતોની તુવેરની ખરીદી કરાતી નથી. જિલ્લાના ખેતીવિષયક વીજ જોડાણ આપવાના બાકી હોય તેની કામગીરી તાકીદે કરવામાં આવે તેમજ ખેડૂતોનું કૃષિ ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદન પત્ર અપાયું

પ્રાણ ગુમાવનાર 6 ખેડૂતોના પરિવારને ન્યાય આપવા માંગ

અન્ય સમાચારો પણ છે...