તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • નેત્રંગના હાથાકુંડી ગામે પિતા બે પુત્રોનો યુવાન પર હૂમલો

નેત્રંગના હાથાકુંડી ગામે પિતા-બે પુત્રોનો યુવાન પર હૂમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, નેત્રંગના હાથાકુંડી ગામે છેલ્લાં ફળિયામાં રહેતાં અખાતિયા રાહજી કોટવાલીયા સવારના સમયે કુદરતીહાજતે જઇ રહ્યાં હતાં. તે વેળાં બાજુમાં રહેતાં ભારજી જાતરિયા કોટવાલિયા તેમજ તેમના બે પુત્રો મુકેશ તેમજ અશ્વિન હાથમાં લાકડીના સપાટા લઇને ધસી આવ્યાં હતાં. તેમણે અખાતિયા કોટવાલિયાને અટકાવી ઝઘડો કરી ઠપકો આપ્યો હતો કે મુકેશની વહુને તમે લોકોએ ગુમ કરી છે. જેના પગલે તેમની વચ્ચે બોલાચાલી થતાં ભારજી જાતરિયા કોટવાલિયા તેમજ તેના બન્ને પુત્રો મુકેશ તેમજ અશ્વિને આવેશમાં આવી ...અનુસંધાન પાના નં.2

જઇ તેને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ધાકધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વાલિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે તેમણે વાલિયા પોલીસે મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે વાલિયા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા

મહિલાને ગુમ કરવામાં હાથ હોવાની શંકાએ માર માર્યો

અન્ય સમાચારો પણ છે...