• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ઇન્ટર્વ્યું આપવા ગયા બાદ ગુમ થયેલ યુવાનની લાશ નર્મદા નદીમાંથી મળી

ઇન્ટર્વ્યું આપવા ગયા બાદ ગુમ થયેલ યુવાનની લાશ નર્મદા નદીમાંથી મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ તાલુકાના નિકોરા ગામે નર્મદા નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક અંક્લેશ્વરના નવા દિવારોડ વિસ્તારનો હોવાનું તેમજ ઘરેથી નોકરી માટે ઇન્ટર્વ્યું આપવા જવાનું કહ્યાં બાદથી ગુમ થયો હોવાનું જાણવા મળ્યું હતું. બનાદ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં નિકોરા ગામે નરસિહપુરા ઓવારા પાસે નર્મદા નદીમાંથી એક યુવાનનો વિકૃત મૃતદેહ મળ્યો હતો. પોલીસે મૃતકના કપડાની તલાશી લેતાં તેમને એક મોબાઇલ મળ્યો હતો. જેના પગલે પોલીસે તે મોબાઇલનો સિમકાર્ડ અન્ય મોબાઇલમાં નાંખી તપાસ કરતાં તેના પરિવારનોનો સંપર્ક થતાં મૃતક યુવાનનું નામ પ્રિતેશ હર્ષદ કાછીયાપટેલ (રહે. શ્રી દર્શન સોસાયટી, જૂના દિવારોડ, અંક્લેશ્વર) હોવાનું માલુમ પડ્યું હતું. ઉપરાંત તે તેના વિસ્તારમાં પેપર વિતરણ કરવાનો વ્યવસાય કરતો હોવાનું પણ જણાયું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે, તે ગત 15મીએ ઘરેથી ઝઘડિયા ખાતે

...અનુસંધાન પાના નં.2

કોઇ જગ્યાએ નોકરી માટે ઇન્ટર્વ્યું આપવા જવાનું કહી ઘરેથી ગયો હતો. જે બાદથી તે ગુમ હતો. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે મૃતકે કોઇ અગમ્ય કારણસર નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવા સબબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...