• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ કુકરવાડા સબ સ્ટેશન ફીડરની કામગીરી 70 ટકા પૂર્ણ

ભરૂચ કુકરવાડા સબ સ્ટેશન ફીડરની કામગીરી 70 ટકા પૂર્ણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરના મહંમદપુરાથી જંબુસર ચોકડી સુધીના વિસ્તારના વીજજોડાણોને કુકરવાડા સબ સ્ટેશનમાં તબદીલ કરવાની કામગીરી 70 ટકા જેટલી પૂર્ણ થઇ છે. અગાઉ ટોરેન્ટ ફીડરમાં જોડાણને કારણે રહીશો વીજધાંધિયાથી પરેશાન થઇ ગયાં હતાં. નવું કુકરવાડા સબ સ્ટેશનના કારણે 50 હજારથી વધુ લોકોને હવે રાહત સાંપડશે.

શહેરના પશ્વિમ વિસ્તારના વીજ જોડાણો ટોરેન્ટ ફીડર સાથે જોડાયેલા હતાં. આ ફીડરમાં છાશવારે ફોલ્ટ થતો હોવાથી 50 હજાર કરતાં વધારે લોકો હાલાકીનો સામનો કરી રહયાં હતાં. સ્થાનિક રહીશોની વારંવારની રજૂઆત બાદ કુકરવાડા ખાતે નવું સબ સ્ટેશન બનાવવામાં આવ્યું છે પરંતુ ફીડરની કામગીરી અધુરી હોવાથી લોકોની વીજધાંધિયાની સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવ્યો ન હતો. રહીશોની ફરીથી રજૂઆત બાદ ફીડરોની કામગીરી શરૂ કરવામાં આવી છે. થોડા દિવસોમાં પશ્વિમ વિસ્તારના જોડાણોને નવા ફીડરોમાં જોડી દેવામાં આવશે. તેમજ નવા ટ્રાન્સફોર્મર નાખવા સહિતની કામગીરી હાલ ચાલી રહી છે.

ટોરેન્ટ ફીડરમાંથી નવા સબ સ્ટેશનમાં જોડાણ અપાશે
ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં વીજ જોડાણોને નવા ફીડરમાં તબદીલ કરવાની કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...