તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • જુના તરસાલીમાં શિવજીની પ્રતિમા ખંડિત થતાં હિન્દુ સંગઠનોમાં રોષ

જુના તરસાલીમાં શિવજીની પ્રતિમા ખંડિત થતાં હિન્દુ સંગઠનોમાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાલી ગામમાં 10 જુલાઇના દિવસે પૌરાણિક તલકેશ્વર મહાદેવનું મંદિરમાં માતાજીની મુર્તિ,નંદી,ગણપતજીની મુર્તિને ખંડિત કરી ગર્ભ ગુહમાં કાદવ કિચડ તથા પત્થરો નાખવાની ઘટનાના હિંદુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે.

કૃત્ય કરનારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. નર્મદા નદી કિનારે આવેલ 400 વર્ષ જુના મંદિરની સ્થાપના રાજપીપળા સ્ટેટના મહારાજાએ કરી હતી. ગુરૂવારે ઝગડીયા એસડીએમ અરૂણકુમાર બરનવાલને હિન્દુ સંગઠનો તથા સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતીમાં આવેદનપત્ર આપ્યું હતું.

હિન્દુ સમાજની લાગણી દુભાવનારા આરોપીઓની ધરપકડ કરી સખત સજા થાય તેવી માંગ કરી છે. કૃત્ય વિર્ધમીઓને કર્યું હોવાનું આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું છે. આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી નહિ લેવાઇ તો ઝઘડીયા, ઉમલ્લા અને રાજપારડી ગામોના રહીશો દ્વારા બંધની પણ ચીમકી આપવામાં આવી છે. ઘટનાના ત્રણ દિવસ બાદ પણ આરોપી નહિ ઝડપાતા તપાસ એલસીબીને સોંપવાની પણ માંગ ઉઠી છે. મુર્તિ ખંડિત થતાં લોકોમા઼ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

ઘટના માટે અવાજ ઉઠાવો જોઇએ

^તરસાલીગામના મહાદેવ મંદિરમાં વિઘાર્મીઓએ મુર્તિઓ ખંડીત કરી પત્થરો મારી શરમજનક કૃત્ય કર્યું છે. કૃત્ય કરનાર સામે કડક પગલા ભરાવા જોઇએ. આવી ઘટનાથી ગામલોકોની લાગણી દુભાય છે.> મનસુખવસાવા, સાંસદભરૂચ

ઝડપી કાર્યવાહી નહિ કરાય તો બંધના એલાન સાથે આંદોલનની ચીમકી

મુર્તિ ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માગ

ઝઘડીયાના તરસાલી ગામે શિવાલયને ખંડિત કરનારા આરોપી નહી ઝડપાઇ તો હીંદુ સંગઠનોએ આંદોલનની ચીમકી આપી છે.તસવીર :મુકેશ શાહ

અન્ય સમાચારો પણ છે...