તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ નર્મદામાં સૌભાગ્યવતી મહિલાઓએ વડ સાવિત્રીનું વ્રત ઉજવ્યું

ભરૂચ- નર્મદામાં સૌભાગ્યવતી મહિલાઓએ વડ સાવિત્રીનું વ્રત ઉજવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ-નર્મદા જિ.માં સૌભાગ્યવતી મહિલાઓએ પતિના દીધાર્યુ માટે વડ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી હતી. પૌરાણીક કથા મુજબ પતિ સત્યવાનના મોત બાદ સાવિત્રીએ આકરી તપસ્યા કરી યમરાજ પાસેથી પતિને છોડાવ્યા હતાં. યમરાજે સાવિત્રીનો પતિવ્રત ધર્મ જાણીને પ્રસન્નથી સત્યવાનના પ્રાણને પોતાના વશમાંથી મુક્ત કરતા ત્યારબાદ દર વર્ષે જેઠ સુદ પૂનમે આ વ્રતની ઉજવણી કરાય છે.

વહેલી સવારથી સૌભાગ્યવતી મહિલાઓએ વડના વૃક્ષની પૂજા કરી સુતરના તાંતણા વીંટાડી નકોરડો ઉપવાસ કરી પતિના દીર્ધાયુ માટે કામના કરી હતી. અંકલેશ્વરના જલારામ મંદિર, પંચાટીબજાર, રત્નેશ્વર મહાદેવ રામકુંડ, તેમજ હાંસોટમાં પણ વિવિધ સ્થળે વ્રત પૂજા કરાઇ હતી. ભરૂચ, રાજપીપળા, આમોદ, જંબુસર, ઝઘડીયા, વાલીયા, નેત્રંગ, વાગરા, સાગબારા, સેલંબા, કેવડીયા, તિલકવાડા, ગરૂડેશ્વર સહિતના નગરોમાં પણ વ્રતની ઉજવણી કરાઇ હતી.

ઝઘડિયા

હાંસોટ

ભરૂચ

નેત્રંગ

અંકલેશ્વર

અન્ય સમાચારો પણ છે...