તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • હિન્દુઓ પર થતાં હુમલાઓના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું આવેદનપત્ર

હિન્દુઓ પર થતાં હુમલાઓના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું આવેદનપત્ર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા તાજેતરમાં થયેલી છત્રાલની ઘટનામાં હિન્દુ યુવાન પર હૂમલો કરી હત્યા કરવાના કારસાના વિરોધમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજે બુધવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ એકત્ર થઇને તાજેતરમાં છત્રાલ ખાતે હિન્દુ યુવાન પર મુસ્લિમ યુવાનોએ હૂમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી. જેના પગલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંસ્થા દ્વારા કલેક્ટરને ગૃહમંત્રીને સંબોધીને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં તેમણે માંગ કરી હતી કે, છત્રાલ ખાતે અશોક પટેલની હત્યા કરનારાઓની ધરપકડ કરી તેમની સામે કોમવાદ ફેલાવવા સહિતના ગુનો દાખલ કરી સખત કાર્યવાહી કરવામાં આવે, તમામ વિધર્મી ગુંડાતત્વો સામે સરકાર અલાયદી કાર્યવાહીની સુચના પોલીસ તંત્રને આપે, હિન્દુ તહેવારોમાં થતાં હૂમલા રોકવા સરકાર સચોટ પગલાં ભરે તે સહિતની માંગો સાથે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...