તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • મિસ્ટર ભરૂચ તરીકે નિસર્ગ મહાજન અને મિસ ભરૂચ તરીકે નિશા મિશ્રા વિજેતા

મિસ્ટર ભરૂચ તરીકે નિસર્ગ મહાજન અને મિસ ભરૂચ તરીકે નિશા મિશ્રા વિજેતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજીત મિસ્ટર અને મિસ ભરૂચ સ્પર્ધામાં નિસર્ગ મહાજન અને નિશા મિશ્રા વિજેતા બન્યાં છે. સ્પર્ધામાં 50થી વધારે સ્પર્ધકોએ ભાગ લઇ રેમ્પ વોક ર્યું હતું.

મિસ ભરૂચ તરીકે નિશા મિશ્રાને વિજેતા જાહેર કરવામાં આવી છે. 20 વર્ષીય નિશા અંકલેશ્વરની રહેવાસી છે અને અત્યારે વડોદરાની એમએસયુમાં અભ્યાસ કરે છે. મિસ ભરૂચમાં રનર્સ અપ તરીકે ભુમિ તાંબેલીયા અને દિવ્યા વાઘેલા રહયાં હતાં. મિસ્ટર ભરૂચનો ખિતાબ નિસર્ગ મહાજનના ફાળે ગયો હતો જયારે અંકલેશ્વરના સંતોષસીંગ અને ભરૂચના દર્શિત મોદી રનર્સઅપ રહ્યાં હતાં. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મીસ ગુજરાત દિપીકા રાજ, મીસ્ટર ગુજરાત રાહુલ જૈશ, એકટર માનસ શર્મા અને મોડલ રીયા સુબોધે સેવાઓ આપી હતી. સ્પર્ધામાં 50થી વધારે સ્પર્ધકોએ રેમ્પ વોક કર્યું હતું. આ પ્રસંગે વિવિધ ડાન્સગૃપોએ તેમની કૃતિઓ રજૂ કરી ધમાલ મચાવી હતી.

અન્ય સમાચારો પણ છે...