તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં પરીણિતા પર ત્રાસ આપનાર 11 સાસરિયાઓ િવરૂદ્ધ ફરિયાદ

ભરૂચમાં પરીણિતા પર ત્રાસ આપનાર 11 સાસરિયાઓ િવરૂદ્ધ ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના ઝાડેશ્વર બસ સ્ટેન્ડ પાસે આવેલી જલારામ પાર્ક સોસાયટીમાં રહેતાં સોની પરિવારની પરીણિતાએ 11 સાસરિયાઓ વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓએ અગાઉની ફરિયાદમાં સમાધાનના બહાને છુટાછેડાના કાગળો પર સહિંઓ કરાવી લીધી હોવાની રાવ પરીણિતાએ વ્યક્ત કરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, સૂરતના કામરેજ ગામના જગદિશજી કનૈયાલાલ ધાંધલની પુત્રી હેમાકુમારીના લગ્ન વર્ષ 2017ના ફેબ્રુઆરી મહિનામાં ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી જલારામ કૃપા સોસાયટીમાં રહેતાં કેશરીમલજી સોનીના પુત્ર નરેશ સાથે થયાં હતાં. હેમા તેના પતિ, સસરા કેશરીમલ, સાસુ વસંતી, જેઠ સંજય તેમજ જેઠાણી સોનલ સાથે

...અનુસંધાન પાના નં.2

સંયુક્ત કુુંટુંબમાં રહેતી હતી. લગ્નના બે મહિના સુધી સાસરિયાઓ દ્વારા તેની સાથે સારો વ્યવહાર રાખ્યો હતો. પરંતુ તે બાદ સાસરિયાઓએ તેને રસોઇમાં ખામી કાઢી તેમજ અન્ય કોઇ પણ કારણોસર મહેણાટોણાં મારી માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. તેના કાકા સસરાની પુત્રી ભાવના તેના પરિવારજનોને ચઢામણી કરતી હોઇ તેના સાસરિયાઓ તેને મારઝૂડ કરતાં હતાં. ઉપરાંત તું તારા બાપ પાસેથી કાંઇ લાવી નથી. તેમ કહીં તેની સાથે દુ:વ્યવહાર કરી પિયરમાંથી 10 લાખ રૂપિયા લઇ આવ તેમ કહીં તેને બે વાર ઘરમાંથી કાઢી મુકી હતી. જેના પગલે અગાઉ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન તેના કાકા સસરા દિનેશ સોની તેમજ જિજ્ઞા વિપુલ સોની, સંગીતા કાંતીલાલ સોની, રંજન વિમલ સોની તેમજ અમરત હિંમત સોની દ્વારા પણ પરેશાન કરાતી હતી. અરસામાં અગાઉની ફરિયાદના પગલે સમાધાન કરવાના બહાને તેઓએ એક સંપ થઇ હેમાકુમારીને ભરૂચ કોર્ટમાં લઇ ગયાં હતાં. જ્યાં તેમણે સમાધાન કરારના બદલે છુટાછેડાના દસ્તાવેજો પર તેની સહિંઓ કરાવી લીધી હતી. જે બાદ તેમણે તેમના છુટાછેડા થઇ ગયાં છે તેમ કહીં તેમને અપશબ્દો ઉચ્ચારી કાઢી મુક્યાં હતાં. બનાવ સંદર્ભે પરીણિતાએ ભરૂચ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...