Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચમાં નજીવા મામલે શખ્સે પિતા-પુત્રીને માર મારતાં ગંભીર

ભરૂચમાં નજીવા મામલે શખ્સે પિતા-પુત્રીને માર મારતાં ગંભીર

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:16 AM

શહેરના ધોળીકૂઇ બજાર વિસ્તારમાં બનેલી ઘટના

  • Bharuch - ભરૂચમાં નજીવા મામલે શખ્સે પિતા-પુત્રીને માર મારતાં ગંભીર
    ભરૂચ શહેરના ધોળીકૂઇ બજાર વિસ્તારમાં રહેતા એક અાધેડ અને તેની પુત્રી સાથે અંગત અદાવતે અેક શખ્સે ઝઘડો કર્યો હતો. શખ્સે પિતા-પુત્રને ઇજાઓ પહોંચાડતાં હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે અે ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરમાં આવેલાં ધોળીકૂઇ બજાર રાવળ ટેકરો વિસ્તારમાં રહેતો મહેશ ચીમન રાવળ મચ્છીમાર્કેટ પાસે કાંદા બટાકાની લારી ચલાવે છે. ગઇકાલે રાત્રીના સમયે વિસ્તારમાંથી મેઘરાજાનો વરઘોડો નિકળતો હોઇ તે તેનો સામાન તેના ઘરમાં મુકતો હતો. તે વેળાં તેના ઘર પાસે જ રહેતાં અને ધોળીકૂઇ બજારમાં કાંદા બટાટાનો વેપાર કરતાં મુકેશ જયંતિ રાવળે તેમના ઘરે આવી તેમને અપશબ્દો બોલવા લાગ્યો હતો. મહેશે તેને ટોકતાં તેણે તેની ઉપર લાકડીથી હૂમલો કર્યો હતો.

    ...અનુસંધાન પાના નં.2

    દરમિયાન મહેશની પુત્રી રોશની તેને છોડાવા પડતાં તેને પણ ધક્કો મારી ફેંકી દેતાં તેના હાથમાં ફેક્ચર થઇ ગયું હતું. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ