Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચમાં કસક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં 4 જુગારીયા ઝડપાયાં

ભરૂચમાં કસક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં 4 જુગારીયા ઝડપાયાં

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:16 AM

રોકડા રૂા. 23 હજાર સહિત 28 હજારનો મુદ્દામાલ જપ્ત રોકડિયા હનુમાન મંદિર પાસે જુગાર રમતાં હતાં

  • Bharuch - ભરૂચમાં કસક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં 4 જુગારીયા ઝડપાયાં
    ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલાં રોકડિયા હનુમાન મંદિર પાસે જાહેરમાં જુગાર રમતાં 4 જુગારિયાઓને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે રોકડા રૂપિયા 23 હજાર તેમજ 3 મોબાઇલ મળી કુલ 28 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના કસક નવીનગરી વિસ્તારમાં આવેલાં રોકડિયા હનુમાન મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જાહેરમાં જુગાર રમતાં મુબારક યાકુબ મન્સુરી, સોહેલ યુસુફ પટેલ, શકિલ ગુલામ ઉર્ફે બાબુ પટેલ તેમજ ઇરમાન ગુલામ ઉર્ફે બાબુ પટેલને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે જુગારિયાઓ પાસેથી રોકડા રૂપિયા 23 હજાર તેમજ 5 હજારની મત્તાના 3 મોબાઇલ મળી કુલ 28 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ