Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચમાં હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસ અને પાટીદારોના 4 કલાક ધરણા

ભરૂચમાં હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસ અને પાટીદારોના 4 કલાક ધરણા

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:16 AM

ખેડૂતોના દેવા માફી માટે સરકારને જગાડવા ભજનની રમઝટ બોલાવી ખેડૂત હીત રક્ષક સમિતિના ઉપક્રમે કાર્યક્રમ...

  • Bharuch - ભરૂચમાં હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસ અને પાટીદારોના 4 કલાક ધરણા
    ખેડૂતોના દેવા માફી સહીતની માંગણીઓને લઇ ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલના સમર્થનમાં ગુરૂવારે ભરૂચમાં ધરણા યોજવામાં આવ્યાં હતાં. ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ યોજાયેલા ધરણામાં કોંગ્રેસ અને પાટીદાર આગેવાનો જોડાયા હતાં. સવારે 11થી 2 સુધી ધરણાની સાથે રામધુન કરવામાં આવી હતી. સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઇએ તથા હાર્દિક સાથે વાતચીત માટે પહેલ કરવી જોઇએ તેવી માંગણી કરી હતી.

    ભરૂચ રેલવે સ્ટેશન પાસે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક ગુરુવારે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ગુરૂવારે ધરણાનું આયોજન કરાયું હતું. સવારે 11થી શરૂ થયેલા ધરણામાં કોંગ્રેસ તથા વિવિધ ગામોમાંથી આવેલા પાટીદાર સમાજના આગેવાનો જોડાયાં હતાં. પાટીદાર સમાજની ભજન મંડળીએ 3 કલાક રામધુન બોલાવી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ધરણામાં જોડાયેલા કોંગ્રેસના આગેવાનોએ સરકાર હાર્દિક પટેલ સાથે વાતચીત માટે પહેલ કરે અને ખેડૂતોના દેવા માફ કરે તેવી માંગણી કરી છે.

    શ્રી રામ જય રામ જય જય રામની ધૂન કરાઇ

    ભરૂચમાં હાર્દિકને સમર્થન આપવા યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં ભજન મંડળી પણ સામેલ થઇ હતી. તેમણે શ્રી રામ જય રામ, જય જય રામની ધુન શરૂ કરી હતી. ધરણા પર બેઠેલા કોંગ્રેસના આગેવાનોએ પણ થાળી વગાડી મહિલા મંડળીને સાથ આપ્યો હતો. ચાર કલાક સુધી રામધુનની રમઝટ બોલાવવામાં આવી હતી. પાટીદાર આગેવાનો જય સરદાર જય પાટીદારની ટોપી પહેરીને આવ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ