• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Bharuch
  • Bharuch - ભરૂચ જિલ્લા તલાટી મંડળ દ્વારા વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શન કરાશે

ભરૂચ જિલ્લા તલાટી મંડળ દ્વારા વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શન કરાશે

વર્ષોથી રજૂઆત કરવા છતાં તંત્રની કોઇ કાર્યવાહી નહીં : કલેક્ટર, ડીડીઅો અને એસપીને આવેદન આપી રજૂઆત કરાઇ આગામી...

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 02:15 AM
Bharuch - ભરૂચ જિલ્લા તલાટી મંડળ દ્વારા વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શન કરાશે
ભરૂચ જિલ્લા તલાટી મંડળના વર્ષોથી પડતર પ્રશ્નો અંગે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં થતાં આજે કલેક્ટર, એસપી તેમજ ડીડીઓને આવેદન પત્ર આપી રજૂઆત કરાઇ હતી. આગામી 10મી પહેલાં કોઇ નિરાકરણ નહીં આવે તો વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શનની ચીમકી તેમણે ઉચ્ચારી છે.

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, જંબુસર, હાંસોટ, તાલુકામાં તાલુકા કક્ષાએ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લામાં પણ કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરાયું હતું.

ભરૂચ જિલ્લા તલાટી મંડળ દ્વારા ગ્રેડ પે સુધારવા માટે અગાઉના પરિપત્રની શરત 4,5 અને 6 રદ કરવી, 2004થી ભરતી થયેલાં તલાટીઓની નોકરી 2006ના બદલે 2004થી સળંગ ગણવી તેમજ વિસ્તર અધિકારીની જગ્યા તલાટી કમ મંત્રીના પ્રમોશનથી જ ભરવામાં આવે તે સહિત વિવિધ માંગણીઓ રજૂઆત કલેક્ટર, એસપી અને ડીડીઓને કરવામાં આવી હતી.

ઉપરાંત તેમણે જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવેતો આગામી 10મીથી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે. તેમ છતાં કોઇ સકારાત્મક નિર્ણય નહીં અાવે તો 17મીથી પેનડાઉન હડતાળ, 29મીએ માસ સીએલ અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે રાજ્યભરમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે. તેવી ચીમકી આપી હતી.

જંબુસર

હાંસોટ

ભરૂચમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ તલાટીઓએ પડતર પ્રશ્નો અંગે મામલતદારને તેમજ નર્મદા જિલ્લામાં પણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તસવીર-રાજેશ પેઇન્ટર, હર્ષદ મિસ્ત્રી, મુકેશ શાહ, અતુલ પટેલ, આદિત્ય મહિડા, ઇકબાલ પઠાણ.

ઝઘડિયા

ગોધરા

નેત્રંગ

અંકલેશ્વર

ભરૂચ

X
Bharuch - ભરૂચ જિલ્લા તલાટી મંડળ દ્વારા વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શન કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App