Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - વાગરાના વડદલા ગામે ઝઘડામાં શખ્સના મકાનમાં ટ્રેક્ટર અથાડ્યું

વાગરાના વડદલા ગામે ઝઘડામાં શખ્સના મકાનમાં ટ્રેક્ટર અથાડ્યું

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:15 AM

પિતા-પુત્ર અપશબ્દો બોલતા હોઇ ટોકવા જતાં ઝઘડો થયો

  • Bharuch - વાગરાના વડદલા ગામે ઝઘડામાં શખ્સના મકાનમાં ટ્રેક્ટર અથાડ્યું
    વાગરા તાલુકામાં આવેલાં વડદલા ગામે રહેતાં પિતા-પુત્ર એકબીજા સાથેના ઝઘડામાં અપશબ્દો બોલતાં હોઇ બાજુમાં રહેતી મહિલાએ તેમને ટોક્યાં હતાં. જેના પગલે પિતા-પુત્ર સહિત 4 જણાએ મહિલા, તેના પતિ તેમજ ભાઇ પર હૂમલો કર્યો હતો. ઉપરાંત ટ્રેક્ટર લઇ તેમના મકાનમાં અથાડી દેતાં નુકશાન કર્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકામાં આવેલાં વડદલા ગામે રહેતી રમીલા અંબુ રાઠોડ તેના ઘરે હતી. તે વેળાં તેના પાડોશમાં રહેતો કાલીદાસ શંકર રાઠોડ તેમજ તેનો પુત્ર ઠાકોર શંકર રાઠોડ ઝઘડો કરી રહ્યાં હતાં. બન્ને બેફામ અપશબ્દો ઉચ્ચારી રહ્યાં હોઇ રમીલાએ તેમને અપશબ્દો બોલવા બાબતે ટોકતાં પિતા પુત્ર તેમજ શોભના ઠાકોર રાઠોડે તેની સાથે તેમજ તેના પતિ અંબુ તથા ભાઇ લક્ષ્મણ સાથે ઝઘડો કરી છુટા પત્થરો મારી ઇજાઓ કરી હતી.

    ઉપરાંત ઉશ્કેરાયેલાં ઠાકોર કાલીદાસે આવેશમાં આવી જઇ તેનું ટ્રેક્ટર હંકારી લાવી તેનું મકાન તોડી નાંખવાના ઇરાદે મકાનમાં ટ્રેક્ટર અથાડી દીધું હતું. જેના કારણે મકાનની અદાડીના ભાગે ભારે નુકશાન થયું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending