• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં રવિવારે મેઘરાજાનો વિરામ, વરસાદની જોવાતી રાહ

ભરૂચમાં રવિવારે મેઘરાજાનો વિરામ, વરસાદની જોવાતી રાહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેર તથા જિલ્લામાં રવિવારે મેઘરાજાએ વિરામ લીધો હતો. વાતાવરણમાં બફારો અને ઉકળાટ વધી ગયા હોવાથી લોકો વરસાદની રાહ જોઇ રહયાં છે. બીજી તરફ ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ થઇ જતાં ધરતીપુત્રો વાવણીમાં જોતરાઇ ગયાં છે. 25 જુનથી જિલ્લામાં મેઘરાજાની સવારી આવી પહોચ્યા બાદ અત્યાર સુધીમાં 180 ઇંચ જેટલો વરસાદ વરસી ચુકયો છે.

25મી જુનના રોજથી ભરૂચમાં ગાજવીજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. પ્રથમ ચરણમાં જ મેઘરાજા મન મુકીને વરસતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ખેતરોમાં પાણીનો ભરાવો થવાને કારતે 68 હજાર હેકટર જેટલી જમીનમાં ખેતીને નુકશાન થયું હતું. છેલ્લા સપ્તાહથી વરસાદ બંધ થયો છે અને ઉઘાડ નીકળયો છે. ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ થઇ ગયા બાદ હવે ફરીથી ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાઇ ગયાં છે.

બીજી તરફ મેઘરાજાએ વિરામ લેતા વાતાવરણમાં બફારો અને ઉકળાટ જોવા મળી રહયો છે. લોકો ઉનાળાની માફક પરસેવાથી રેબઝેબ થઇ રહયાં છે. વાતાવરણમાં ઠંડક પ્રસરે તે માટે લોકો ફરીથી વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...