Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - મેઘરાજાના મેળાના સમાપન બાદ વિસ્તારમાંથી 25 ટન કચરાનો નિકાલ

મેઘરાજાના મેળાના સમાપન બાદ વિસ્તારમાંથી 25 ટન કચરાનો નિકાલ

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:15 AM

લોકોએ પાણીના પાઉચ, કાગળની ડીશો ગમે ત્યાં નાંખી દીધાં સોનેરી મહેલથી પાંચબત્તી સુધીના માર્ગ પર કચરાના ઢગ ...

  • Bharuch - મેઘરાજાના મેળાના સમાપન બાદ વિસ્તારમાંથી 25 ટન કચરાનો નિકાલ
    ભરૂચમાં ચાર દિવસ સુધી ચાલેલા મેઘરાજાના મેળામાંથી 25 ટનથી વધારે કચરાની સફાઇ કરવામાં આવી છે. મેળામાં આવેલાં સહેલાણીઅોએ પાણીના પાઉચ, આઇસક્રીમના કપ, પડીયા સહિતના કચરાને કચરાપેટીમાં નાંખવાને બદલે ગમે ત્યાં ફેકી દેતાં સોનેરીમહેલથી પાંચબત્તી સુધીના માર્ગ પર કચરાના ઢગલા જોવા મળ્યાં હતાં.

    શહેરમાં શ્રાવણ વદ સાતમના દિવસથી મેઘરાજાના ભાતીગળ મેળાનો પ્રારંભ થયો હતો. દશમ સુધીના ચાર દિવસ સુધી ચાલેલા મેળામાં રાજયભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં હતાં. મેળામાં ખાણીપીણી સહિતના 100થી વધારે સ્ટોલ નાંખવામાં આવ્યાં હતાં. મેળામાં આવેલાં શ્રધ્ધાળુઓએ નાસ્તો કર્યા બાદ કાગળની ડીશો, પડીયા, પાણીના પાઉચ સહિતનો કચરો કચરાપેટીમાં નાંખવાને બદલે ગમે ત્યાં નાંખી દીધો હોવાથી ગુરૂવારે સવારે મેળાના સ્થળે ઠેર ઠેર કચરો પડેલો જોવા મળ્યો હતો.

    મેઘરાજાના મેળા દરમિયાન ફેલાયેલી ગંદકીને દૂર કરવા માટે નગરપાલિકા સત્તાધીશોએ વિવિધ ટીમોને કામે લગાડી દીધી હતી. 4 દિવસ સુધી ચાલેલા મેળામાંથી નગરપાલિકાના કર્મચારીઓએ 25 ટનથી વધારે કચરો ઉપાડી તેનો ડમ્પિંગ સાઇટ ખાતે નિકાલ કર્યો છે.

    નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આઇસક્રીમના ખાલી કપ, પડીયા, પાણીના પાઉચ, પ્લાસટીકની ...અનુસંધાન પાના નં.2

    થેલીઓ સહિતના કચરાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળ્યું હતું. સોનેરી મહેલથી પાંચબત્તી સુધીના માર્ગ પર સફાઇની કામગીરી શરૂ કરી શહેરને ફરીથી સ્વચ્છ બનાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending