Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધ BMSના ધરણાં

સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધ BMSના ધરણાં

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:15 AM

સરકારી કચેરીઓનું પ્રાઇવેટાઇઝન કરવાનું ષડયંત્ર હોવાની રાવ સાથે કલેક્ટરને આવેદન

  • Bharuch - સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધ BMSના ધરણાં
    ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ ખાતે ભારતીય મજદુર સંઘના આગેવાનો તેમજ અાંગણવાડી બહેનોઅે કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધમાં ધરણાં કર્યાં હતાં. ઉપરાંત પ્રધાનમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદન પત્ર આપી સરકાર પોતાની નિતી નહીં બદલે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

    ભરૂચમાં ભારતીય મજદુર સંઘ તેમજ આંગણવાડી વર્કરોના સંયુક્ત ઉપક્રમે આજે ગુરૂવારે સ્ટેશન સર્કલ ખાતે ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ પ્રથામાં કર્મચારીઓ પર થઇ રહેલા શોષણ મામલે ખાસ પગલાં ભરવા જોઇએ. સમાન કામ સમાન વેતનના નિયમને કેન્દ્રિય નિયમોમાં સમાવી તેનું પાલન કરવામાં આવે, કંપનીઓમાં તાત્કાલિક લઘુત્તમ વેતન પ્રમાણે નાણાં ચુકવાય તેવી વ્યવસ્થા કરવામાં આવે, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને બોનસ, પીએફ, કર્મચારી રાજ્ય વિમા યોજના, પેન્શન, ...અનુસંધાન પાના નં.2

    ગ્રેજ્યુઇટી સહિતના લાભ મળવા જોઇએ, કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવામાં આવે તે સહિતના વિવિધ મુદ્દાઓને લઇને આવેદન પત્રમાં રજૂઆત કરી છે. પ્રધાનમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદન પત્ર આપી જો આગામી દિવસોમાં આ સંદર્ભમાં કોઇ સકારાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી તેમણે ઉચ્ચારી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ