ભરૂચ જિ.માં 15 ઓકટોબર સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ

લોકસભા પહેલા મતદારયાદીને અપડેટ કરાશે | પાંચ બેઠક પર અત્યાર સુધી 11.41 લાખ મતદારો નોંધાયા

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 02:15 AM
Bharuch - ભરૂચ જિ.માં 15 ઓકટોબર સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે 15મી ઓકટોબર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું છે. 16 અને 30 સપ્ટેમ્બર અને 14 ઓકટોબરના રોજ દરેક મતદાન મથકો ખાતે બુથ લેવલ ઓફીસર હાજર રહી મતદારયાદીની સુધારણાની કાર્યવાહી કરશે.

તા.1 સપ્ટેમ્બર 2018 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઊંમરના નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર 15 ઓકટોબર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધાવવા કોઇ નામ સામે વાંધો લેવા અને નામ તથા અન્‍ય વિગતો સુધારવા માટે નાગરિકો અરજી કરી શકશે. અરજીના નમૂના કલેક્‍ટર કચેરી, મતદાર નોંધણી અધિકારી, પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરીમાંથી વિનામૂલ્‍યે મળી શકશે એમ જિલ્લા ચૂંટણી અધિકાર રવિકુમાર અરોરાએ જણાવ્યું છે.

ભરૂચ જિલ્લામાં તા 16 અને 30 સપ્ટેમ્બર અને તા.14 અોકટોબરને રવિવારના રોજ ખાસ ઝૂંબેશ રાખવામાં આવેલ છે. આ દિવસોએ બૂથ લેવલ ઓફિસર દરેક બૂથ પર સવારે 10 થી સાંજના 5 કલાક દરમ્‍યાન હાજર રહી મતદાર યાદી સબંધિત સુધારા-વધારા અંગેના ફોર્મ સ્‍વીકારવાની કામગીરી કરશે. મતદાર પોતાની તથા કુટુંબના અન્‍ય સભ્‍યોની મતદાર યાદીમાંની વિગતોની ચકાસણી કરી શકશે. નામ દાખલ કરવા માટે ફોર્મ નં.૬, નામ કમી કરવા માટે ફોમ નં.૭, સુધારા-વધારા માટે ફોમ નં.૮ ભરી શકાશે. એક જ મતદાર વિભાગના અન્‍ય ભાગોમાં નામ તબદીલ કરવા માટે ફોમ નં.૮(ક) ભરી શકાશે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમની માહિતી આપી રહેલા કલેકટર રવિકુમાર અરોરા.

જિલ્લામાં 1.14 લાખ મતદારો નોંધાયેલા છે

વિધાનસભા બેઠક સ્ત્રી મતદાર પુરૂષ મતદાર કુલ મતદાર

જંબુસર 107242 17295 224543

વાગરા 97574 103197 200773

ઝઘડીયા 114483 120288 234774

ભરૂચ 125915 132447 258370

અંકલેશ્વર 106230 116940 223176

કુલ 551444 590167 1141636

X
Bharuch - ભરૂચ જિ.માં 15 ઓકટોબર સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App