• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં જિલ્લાકક્ષાનું સ્વાતંત્રય પર્વ હાંસોટમાં ઉજવાશે

ભરૂચમાં જિલ્લાકક્ષાનું સ્વાતંત્રય પર્વ હાંસોટમાં ઉજવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટ | હાંસોટ ખાતે સ્વતંત્ર દીન નિમીત્તે થનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઉજવણીના આયોજન સંદર્ભમાં અંકલેશ્વર નાયબ કલેકટર રમેશ ભાગોરાની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી હતી. હાંસોટ જીનીંગ મીલના પટાંગણમાં ઉજવણી કરવાનું નક્કી કરાયેલ છે. સવાતંત્રય પર્વ નિમિત્તે ધ્વજવંદન અને પોલીસ પરેડ સહિતના કાર્યક્રમો યોજાશે. વિશિષ્ટ યોગદાન આપનારા વ્યકતિઓ -સ્વાતંત્રય સેનાનીઓને સન્માનિત કરાશે. મામલતદાર જે. એચ. રાઠવા, ટીડીઓ વી. જી. નાઈક, પીઆઇ ચૌધરી, તા.ની શાળાનાં આચાર્યો, તલાટીઓ તથા પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...