Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - ભરૂચની સમસ્યાઅોના સંદર્ભમાં જનતાવાદી કોંગ્રેસ પાર્ટીનું આવેદન

ભરૂચની સમસ્યાઅોના સંદર્ભમાં જનતાવાદી કોંગ્રેસ પાર્ટીનું આવેદન

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:15 AM

Bharuch News - રોજગારી અને સુવિધાઓના મુદ્દાને આવરી લેવાયાં

  • Bharuch - ભરૂચની સમસ્યાઅોના સંદર્ભમાં જનતાવાદી કોંગ્રેસ પાર્ટીનું આવેદન
    ભરૂચ શહેર તથા જિલ્લાની વિવિધ સમસ્યાઓના સંદર્ભમાં જનતાવાદી કોંગ્રેસ પાર્ટીએ આરડીસીને આવેદનપત્ર આપ્યું છે.

    આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દહેજથી ભરૂચ તથા દહેજથી આમોદ વચ્ચેના માર્ગ બિસ્માર અને જર્જરિત હાલતમાં હોઈ તાકીદે તેનું રીપેરીગ કામ

    ...અનુસંધાન પાના નં.2

    કરાવવામાં આવે તથા ભરૂચ જિલ્લામાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઘણીજ કંપનીઓ હોવા છતાં સ્થાનિકોને નોકરી નહિ આપવામાં આવતી હોય સ્થાનિકોને લાયકાત પ્રમાણે નોકરી મળે તે જરૂરી છે.

    મહિલાઓ પર થતા અત્યાચારો અને દુષ્કર્મના બનાવો રોકવા, સરકાર દવારા પોલીસ પર થતું શોષણ અટકાવવા તથા વાલિયા તાલુકાના કેસરગામ અને ઈટકલા ગામની નદી વચ્ચે પુલ બનાવવા તેમજ કેસરગામમાં એસટી બસ ચાલુ કરવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રભારી યજ્ઞેશ પટેલ, રાષ્ટ્રીય સંગઠન મંત્રી મહેન્દ્ર અાયલાણી તથા ઉપપ્રમુખ રવિન્દ્ર રાઉલજીના માર્ગદર્શન હેઠળ આવેદનપત્ર આરડીસીને સુપરત કરાયું હતું.

    ભરૂચ શહેર તથા જિલ્લાની વિવિધ સમસ્યાઓના સંદર્ભમાં આરડીસીને આવેદનપત્ર આપી રહેલા જનતાવાદી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ