તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ હાઇવે પર અકસ્માતના બે બનાવમાં 8ને ઇજા : એક ગંભીર

ભરૂચ હાઇવે પર અકસ્માતના બે બનાવમાં 8ને ઇજા : એક ગંભીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ નેશનલ હાઇવે પર અકસ્માતના બે બનાવમાં 8 વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. જ્યારે એક શખ્સ ગંભીર રીતે ઘવાયો હતો. બન્ને બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ નેશનલ હાઇવ પર લુવારા ગુરૂદ્વારા તેમજ વગુસણા પાટિયા પાસે અકસ્માતના બે બનાવ બન્યાં હતાં. જેમાં એક બનાવમાં મહેસાણાના વીસનગરના વતની સંજય શાહર રબારી તેમની એસટી બસ લઇને સૂરતથી ડીસા તરફ જવા રવાના થયાં હતાં.

દરમિયાન વગુસણા પાટિયા પાસેથી પસાર થતાં સમયે તેમની આગળ ચાલતી વોલ્વો બસનો મેઇન કાચ અચાનક ફુટી જતાં વોલ્વો બસના ચાલકે તેની બસ ઉભી રાખી દીધી હતી. જેની પાછળ તેમની એસટી બસ ભટકાતાં બસમાં સવાર 8 મુસાફરોને ઇજાઓ થઇ હતી. જમને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.

બીજા બનાવમાં પંજાબ ખાતે રહેતો સંજયકુમાર સોમરાજ શર્મા તેની ટ્રકમાં અંક્લેશ્વરથી કોસ્ટિક પાવડર ભરીને પંજાબ તરફ જઇ રહ્યો હતો. દરમિયાન લુવારા પાસેના ગુરૂદ્વારા પાસે તેમને ટ્રક ઉભી રાખી હતી.

તેની સાથેનો અશોક પ્રકાશચંદ સાથે ગુરૂદ્વારામાં દર્શન કરી પરત આવી રહ્યાં હતાં. તે વેળાં એક સ્વિફ્ટ કારના ચાલકે અશોકને ટક્કર મારતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલમાં ખસેડ્યો હતો. બન્ને બનાવો સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...