• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • સલાદરામાં અજાણી બાઇકની ટક્કરે રાહદારીનું મોત નિપજ્યું

સલાદરામાં અજાણી બાઇકની ટક્કરે રાહદારીનું મોત નિપજ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરાતાલુકામાં આવેલાં સલાદરા ગામની સીમમાં પડાવ નાંખીને રહેતો રઘુવિરરામ વૃક્ષરામ વિલાયત જીઆઇડીસીમાં આવેલી નેરોલેક કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો. તેની સાથે તેના ગામના અને અન્ય આસપાસના ગામના લોકો પણ રહેતાં હતા. દરમિયાન રઘુવિરરામ કંપનીમાં ગયો હતો ત્યાંથી નોકરી છુટ્યાં બાદ તે તેના પડાવે જવા માટે નીકળ્યો હતો. તે વેળાં સલાદરા ગામના પાટિયા પાસે એક બાઇક ચાલકે પુરઝડપે ધસી આવી તેમને ટક્કર મારતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જીને ફરાર થઇ ગયેલાં બાઇક સવારના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

મૃતક ભાઇ અને અન્ય લોકો સાથે પડાવ નાંખીને રહેતો હતો

મૃતક નેરોલેક કંપનીમાં સુપરવાઇઝરનું કામ કરતો હતો

અન્ય સમાચારો પણ છે...