• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • આજે સાંજે 5 વાગ્યાથી વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થશે

આજે સાંજે 5 વાગ્યાથી વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચઅને નર્મદા જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે આજે ગુરૂવારે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઇ જશે. ભરૂચની પાંચ બેઠકો માટે 45 અને નર્મદાની બે બેઠકો માટે 18 ઉમેદવારો મેદાનમાં રહયાં છે. પ્રચાર પડઘમ શાંત પડી ગયાં બાદ હવે ખાટલા બેઠકોનો દોર ચાલશે. મતદારોને રીઝવવા માટે અંતિમ પ્રયાસમાં હવે નાણા અને દારૂની રેલમછેલ જોવા મળશે. ઉમેદવારોની દરેક ગતિવિધિ પર હવે ચૂંટણી પંચની બાજ નજર રહેશે.

ગુજરાતમાં બે ચરણમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની મળી સાત બેઠકો માટે શનિવારે મતદાન થશે. સાતેય બેઠકો માટે આજે ગુરૂવારે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઇ જશે. હવે ઉમેદવારો કે રાજકીય પક્ષો જાહેરમાં પ્રચાર કરી શકશે નહિ. ગુરૂવાર અને શુક્રવાર ઉમેદવારો તેમજ રાજકીય પાર્ટીઓ માટે એકદમ મહત્વના છે. બે દિવસમાં મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસો કરાશે. નાણા અને દારૂની રેલમછેલ સાથે ભેટસોગાદો આપવાનો પણ દોર શરૂ થશે. ખાટલા બેઠકો કરી મતદારોને તેમના તરફી મતદાન માટે મનાવવામાં આવશે. ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર અને ઝઘડીયા વિધાનસભા બેઠક માટે 45 તથા નર્મદાની નાંદોદ અને ડેડીયાપાડા બેઠક મળી 18 ઉમેદવારો મેદાનમાં રહયાં છે

બે દિવસ સુધી ખાટલા બેઠકોનો દોર : મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસો

ભરૂચ - નર્મદાની સાત બેઠકો માટે 63 ઉમેદવારો વચ્ચે જંગ

અન્ય સમાચારો પણ છે...