તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ અને નર્મદા જિલ્લામાં છુટોછવાયો વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગુરૂવારે છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. વાલીયા તાલુકામાં બે કલાકમાં 19 મીમી વરસાદ નોંધાયો હતો જયારે ભરૂચ તાલુકામાં 05 મીમી વરસાદ વરસ્યો હતો. અન્ય તાલુકામાં હળવા ઝાપટા થયાં હતાં.

સોમવારથી બંને જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. છેલ્લા ત્રણ દિવસથી છુટોછવાયો વરસાદ વરસી રહયો છે. ગુરૂવારે વાલીયા તાલુકામાં 2 કલાકમાં 19 મીમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ સહિતના બીજા તાલુકામાં છુટો છવાયા ઝાપટા પડયાં હતાં.

નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નાંદોદ તાલુકામાં 29 મિ.મિ. ગરુડેશ્વર તાલુકામાં 17 મીમી સાગબારા તાલુકામાં 19 મિ.મિ. અને દેડીયાપાડા તાલુકામાં 22 મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ પ્રાપ્તા થયા છે.

સવારે વરસાદે વિરામ લીધો હોય એમ ઉઘાડ નીકળ્યું અને બફારો પણ વધી ગયો હતો. બપોર પછી મેઘરાજાની ધમાકે દાર એન્ટ્રી થતા વીજળી ના કડાકા સાથે ધોધમાર વરસાદઃ તૂટી પડ્યો અને એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો અને જેની જન જીવન પર ભારે અસર પડી હતી.

અન્ય સમાચારો પણ છે...