• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Bharuch
  • Bharuch ભરૂચની કૃષિ યુનિ.ના છાત્રોની હડતાળ 40માં દિવસમાં પ્રવેશી

ભરૂચની કૃષિ યુનિ.ના છાત્રોની હડતાળ 40માં દિવસમાં પ્રવેશી

Bharuch - ભરૂચની કૃષિ યુનિ.ના છાત્રોની હડતાળ 40માં દિવસમાં પ્રવેશી

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:11 AM IST
ભરૂચમાં નવસારી કૃષિ યુનિવર્સીટી સંચાલિત એગ્રીકલ્ચર કોલેજના છાત્રો 40 દિવસથી આંદોલન ચલાવી રહયાં છે. કોલેજના જનરલ સેક્રેટરી ભાવિક પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યની અમુક ખાનગી યુનિવેર્સિટીઓમાં કૃષિ સ્નાતક કક્ષાના અનઅઘિકૃત કોર્ષ જેમ કે બી.ટેક.(એગ્રિકલચર ઈજનેર) અને બી.એસ.સી.(એગ્રિકલચર) ચલાવી રહી છે. આ કોર્ષને રાજ્ય સરકાર દ્રારા અને રાજ્ય સરકાર દ્રારા સંચાલિત રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયો દ્રારા માન્યતા પ્રાપ્ત થયેલ નથી. તેમ છતાં તેઓ આ કોર્સ ગેરકાયદેસર રીતે છેલ્લા 5 વર્ષ થી ચલાવી રહ્યા છે. રાજ્ય સરકારે વર્ષ 2016માં સ્પષ્ટ રીતે સદર કોર્સ બંધ કરવા આદેશ કર્યો છે.

ગેરકાયદેસર કૃષિસ્નાતક થયેલા વિધાર્થીઓ રાજ્યની માન્ય કૃષિ યુનિવેર્સિટીઓમાં અનુસ્નાતક કોર્ષમાં પ્રવેશ અંગેની માંગણી કરે છે જેના કારણે ગુજરાત કૃષિ યુનિવેર્સિટીઓના અનુસ્નાતક કોર્ષમાં પ્રવેશ લેવા માગતા વિધ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા પર રોક લાગી ગયેલ છે જેથી તેમનો શિક્ષણનો અમૂલ્ય સમય વેડફાઇ રહ્યો છે અને તેમનું ભવિષ્ય અધ્ધરતાલ છે. સરકાર દ્વારા નક્કર પગલા ના લેવાતા એક મહિનાથી ગુજરાતની કૃષિ યુનીવર્સીટીઓ આણંદ, જુનાગઢ, નવસારી, સરદારકૃષિનગર દાંતીવાડાના વિધાર્થીઓ ખાનગીકરણના વિરોધમાં સતત ઉગ્ર આંદોલન કરી રહ્યા છે.

X
Bharuch - ભરૂચની કૃષિ યુનિ.ના છાત્રોની હડતાળ 40માં દિવસમાં પ્રવેશી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી