Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - પોલીસ કર્મચારીઓમાં સકારાત્મકતા લાવવા માટે યોગની તાલીમ અપાઇ

પોલીસ કર્મચારીઓમાં સકારાત્મકતા લાવવા માટે યોગની તાલીમ અપાઇ

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 02:11 AM

લોકોની સલામતી અને સુરક્ષા માટે 24 કલાક ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને માનસિક શાંતિ મળે તથા તેમનામાં સકારાત્મક...

  • Bharuch - પોલીસ કર્મચારીઓમાં સકારાત્મકતા લાવવા માટે યોગની તાલીમ અપાઇ
    લોકોની સલામતી અને સુરક્ષા માટે 24 કલાક ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને માનસિક શાંતિ મળે તથા તેમનામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે માટે યોગ શિબિર યોજવામાં આવી હતી. અંકલેશ્વર ડીવીઝનમાં ફરજ બજાવતાં 150થી વધારે પોલીસ કર્મચારીઓએ શિબિરનો લાભ લીધો હતો.

    સમર્પણ ધ્યાન યોગ પરિવાર રક્ષક વર્ષ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોગ શિબિર યોજવામાં આવી રહી છે. અંકલેશ્વર જીઆઇડીસીના એઆઈએ હોલમાં એક દિવસીય સમર્પણ ધ્યાન યોગ પરિચય કાર્યક્રમ યોજાયો હતો. સમર્પણ ધ્યાન યોગ પરિવાર તરફથી પરિમલસિંહ યાદવ તથા રજનીકાંત ઉપાધ્યાયે પોલીસ જવાનોને અંત્યન્તં ઉપયોગી થાય તેવી સહજ,સરળ પદ્ધતિ વિશે પીપીટી ના માધ્યમથી વૈજ્ઞાનિક સમજ સાથે માર્ગદર્શન આપ્યું હતું.સાથે સાથે રોજની 30 મિનિટ પોતાના માટે જ વાપરી નિયમિત ધ્યાનનો અભ્યાસ કરવાથી જીવનમાં કેવા સકારાત્મક બદલાવ આવે છે. નિયમિત ધ્યાનથી શારીરિક, ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે નોંધપાત્ર સકારાત્મક બદલાવ લાવી વ્યક્તિ વિપરીત પરિસ્થિતિમાં પણ રિલેક્ષ રહી આનંદમય જીવન જીવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ