કુરચણમાં દબાણની અરજી કરનાર શખ્સ પર બેનો હુમલો

અરજીથી પંચાયતે નોટિસ ફટકાર્યાની રાવ

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:11 AM
Bharuch - કુરચણમાં દબાણની અરજી કરનાર શખ્સ પર બેનો હુમલો
આમોદ તાલુકામાં આવેલાં કુરચણ ગામે રહેતાં એક શખ્સે ગામમાં દબાણ મામલે ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. દરમિયાન તેના અનુસંધાનમાં નોટીસ મળ્યાની રાવ સાથે બે શખ્સોએ તેને તેમજ તેની પત્ની તથા પુત્રને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે આમોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, આમોદ તાલુકામાં આવેલાં કુરચણ ગામે વચલા ફળિયામાં રહેતાં વલી ઉમરજી પટેલ રાત્રીના સમયે મસ્જિદમાં નમાઝ પઢીને પરત ઘરે આવી રહ્યાં હતાં. તે વેળાં ગામમાં યાકુબ શેઠની દુકાન પાસેથી પસાર થતાં સમયે યુસુફ ઇસ્માઇલ ભુત તેમજ સોયેબ બાબુ ઉર્ફે અલી પટેલે ત્યાં આવી પહોંચી પંચાયતે ...અનુસંધાન પાના નં.2

X
Bharuch - કુરચણમાં દબાણની અરજી કરનાર શખ્સ પર બેનો હુમલો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App