• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Bharuch
  • Bharuch - ભરૂચના કોઠીમાં શાળાને ગ્રામજનોએ તાળું માર્યું : કસુરવારો સામે કાર્યવાહી કરવા માંગ

ભરૂચના કોઠીમાં શાળાને ગ્રામજનોએ તાળું માર્યું : કસુરવારો સામે કાર્યવાહી કરવા માંગ

શિક્ષકોના આંતરિક ઝઘડાઓને કારણે ભણતર પર અસરની રાવ

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:11 AM
Bharuch - ભરૂચના કોઠીમાં શાળાને ગ્રામજનોએ તાળું માર્યું : કસુરવારો સામે કાર્યવાહી કરવા માંગ
ભરૂચ તાલુકામાં આવેલાં કોઠી ગામે શિક્ષકો અને પ્રિન્સિપાલ વચ્ચે ચાલતાં આંતરિક વિવાદને કારણે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી હોવાની રાવ સાથે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી. બે દિવસ પર પ્રિન્સીપાલ અને શિક્ષિકાના પરિવારો બાખડતાં મામલો ગરમાયો હતો.

ભરૂચ તાલુકામાં આવેલાં કોઠી ગામના પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ તેમજ શિક્ષકો વચ્ચે છેલ્લાં કેટલાંય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એક શિક્ષિકા સામે મોડી આવતી હોવા છતાં કોઇ કાર્યવાહી થતી ન હોવાની તેમજ અન્ય શિક્ષકો સામે થોડું મોડું થાય તો પણ કાર્યવાહી કરાતી હોવાની રાવ સાથે શિક્ષકો અને પ્રિન્સીપાલ વચ્ચે રકઝક ઝર્યા કરતી હોય છે. દરમિયાન બે દિવસ પર એક શિક્ષિકાના મોડા આવવાના મામલે પ્રિન્સીપાલ તેમજ શિક્ષિકાના પરિવારજનો વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. શિક્ષકો અને પ્રિન્સિપાલ વચ્ચેની આંતરિક વિવાદને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડતી હોવાના આક્ષેપને લઇને ગ્રામજનોએ આજે શાળાને તાળા બંધી કરી હતી. બનાવની જાણ થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ. એલ. દોડિયાએ સ્થળ પર દોડી જઇ ગ્રામજનો, શિક્ષકો, પ્રિન્સીપાલ તેમજ પંચાયતના સભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં ગ્રામજનોએ તમામ શિક્ષકોની બદલીની માંગ કરતાં ડીપીઇઓએ કસુરવારો સામે બદલી સુધીની કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.

X
Bharuch - ભરૂચના કોઠીમાં શાળાને ગ્રામજનોએ તાળું માર્યું : કસુરવારો સામે કાર્યવાહી કરવા માંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App