ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે જંબુસરના બે યુવાનોને ચોરીની 11 બાઇક સાથે ઝડપી પાડયાં છે. બંને વાહનચોરોએ અત્યાર સુધીમાં 100થી વધારે બાઇકની ઉઠાંતરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ઇન્ચાર્જ એસપી લખધીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ ભરૂચ જંબુસર બાયપાસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જંબુસર તરફથી બાઇક લઇને આવતાં બે ઇસમોને અટકાવી તેમની ઉલટ તપાસ કરી હતી. જેમાં તેમની પાસે બાઇકના દસ્તાવેજો મળી આવ્યાં ન હતાં. સરફરાજ ઉર્ફે ડોન ઇકબાલ ...અનુસંધાન પાના નં.2
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
એલસીબીના હાથે ઝડપાયેલા બંને આરોપીઓવડોદરા શહેરમાં જાહેર પાર્કિંગમાં પાર્ક કરેલ હીરો હોન્ડા સ્પેલન્ડર તથા પેશનની મોટર સાયકલને ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી લઈ ગ્રાહકોને વિશ્વાસમાં લઈ આર.સી.બુક પછીથી આપવાની શરતે મોટર સાયકલો વેચી રોકડી કરી લેતાં હતાં.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો