ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ બેન્ક સહિતના વિસ્તારમાં લારી સંચાલકો દ્વારા કરવામાં આવેલાં દબાણને કારણે ટ્રાફિકને ભારે મુશ્કેલી સર્જાતી હતી.
ભરૂચ સેવાશ્રમ રોડ પર આડેધડ ઉભી રખાતી લારીઓના કારણે ટ્રાફિકને ભારે અડચણ ઉભી થતી હોય છે. જેના પગલે અનેકવાર ફરિયાદો ઉઠતી રહે છે. પોલીસ દ્વારા પણ અવારનવાર વિસ્તારમાં ઝૂંબેશ હાથ ધરી લારીઓ ડિટેઇન કરવામાં આવતી હોય છે. તેમ છતાં વિસ્તારમાં પુન: લારી સંચાલકો દ્વારા દબાણ કરાતું હોય છે. દરમિયાન આજે પુન: પોલીસે વિસ્તારમાં સપાટો બોલાવી 5 લારી સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી તેમની લાીઓ ડિટેઇન કરી હતી.