ભરૂચ જિલ્લામાં 10,000થી વધારે ઉદ્યોગો હોવા છતાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાનો ફીયાસ્કો જોવા મળી રહયો છે. પહેલી મેના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચ ખાતેથી જ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લામાં 7,000 એપ્રેન્ટીસની ભરતીના લક્ષ્યાંક સામે ત્રણ મહિનામાં માત્ર 2,180ની ઉદ્યોગો અને વ્યવસાયિક સંસ્થાઓએ ભરતી કરી છે. ઉદ્યોગકારો સરકારને પણ ગાંઠતા નહિ હોવાથી જિલ્લામાં માત્ર 31.14 ટકા કામગીરી શકય બની છે. કલેકટરે કામગીરીની સમીક્ષા માટે બોલાવેલી બેઠકમાં નિરસ જણાતા ઉદ્યોગકારોનો ઉઘડો લીધો હોવાની વિગતો સપાટી પર આવી છે.
ભરૂચ, દહેજ, પાનોલી, દહેજ, અંકલેશ્વર સહિતની જીઆઇડીસીઓના કારણે જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહયો છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકસિત ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રીની એપ્રેન્ટીસ ભરતી યોજનાનો ફીયાસ્કો જોવા મળી રહયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચથી યોજનાનો પ્રારંભ ...અનુસંધાન પાના નં.2
ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાનો ફીયાસ્કો : ઉદ્યોગકારો સરકારને પણ ગાંઠતા નથી
2,180 ત્રણ મહિનામાં જિલ્લામાં ભરતી કરાયેલા એપ્રેન્ટીસ
7,000 એપ્રેન્ટીસની ભરતી માટે જિલ્લાનો લક્ષ્યાંક
115 જેટલા ઉદ્યોગોનો અભિગમ હકારાત્મક નથી


31.14 ટકા ભરૂચમાં યોજના હેઠળ થયેલી કામગીરી
સરકારનો નિયમ શું છે
રાજયમાં આઇટીઆઇ, એન્જીનીયરીંગ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉર્તિણ થયેલા વિદ્યાર્થીઓને એપ્રેન્ટીસની તાલીમ મળી રહે તે માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત 40થી વધારે કર્મચારીઓ ધરાવતાં ઉદ્યોગો સહિત વ્યવસાયિક સંસ્થાઓને આવરી લેવામાં આવી છે. દરેક સંસ્થામાં અઢી ટકા લેખે વિદ્યાર્થીઓને એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવાના હોય છે. આ નિયમ મુજબ દર 40 કર્મચારીએ એક એપ્રેન્ટીસ રાખવો જરૂરી છે.
10,000 થી વધારે GIDCઓમાં આવેલી કંપનીઓ
તાલીમબદ્ધ કર્મીઓ મળતા ન હોવાની દલીલ કલેક્ટરે ફગાવી
કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ઉદ્યોગો અને વ્યવસાયિક સ્થળોના પ્રતિનિધિઓ હાજર રહયાં હતાં. આઇટીઅાઇ તથા એન્જીનીયરીંગ કોલેજના સ્ટાફને પણ હાજર રખાયો હતો. કેટલાક ઉદ્યોગોએ તેમને એપ્રેન્ટીસ માટે જરૂરી ઉમેદવારો મળતા ન હોવાની દલીલ કરી હતી. કલેકટરે આ દલીલને ફગાવી દઇ જયાં જરૂર જણાય ત્યાં ઉમેદવારોને યોગ્ય તાલીમ આપવા આદેશ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
02 ઓકટોબર સુધીમાં સો ટકા કામગીરી પુરી કરવાનું આયોજન