• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Bharuch
  • ભરૂચમાં યુવાને શખ્સને અપશબ્દો બોલવા બદલ ટોકતાં અસ્ત્રાથી હુમલો

ભરૂચમાં યુવાને શખ્સને અપશબ્દો બોલવા બદલ ટોકતાં અસ્ત્રાથી હુમલો

શહેરના ફાટાતળાવ વિસ્તારમાં બનેલી ઘટના આસપાસના લોકોએ વચ્ચે પડી યુવાનને બચાવ્યો ઇજાગ્રસ્તને સિવિલ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:11 AM
ભરૂચમાં યુવાને શખ્સને અપશબ્દો બોલવા બદલ ટોકતાં અસ્ત્રાથી હુમલો
ભરૂચ શહેરના ફાટાતળાવ વિસ્તારમાં ચણવાલાની દુકાને ઉભેલાં એક યુવાન સાથે અન્ય એક શખ્સે ઝઘડો કરતાં મામલો ગરમાયો હતો. શખ્સે યુવાન પર અસ્ત્રાથી ઘા કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. દરમિયાન અાસપાસના લોકોએ તેને બચાવી તાત્કાલિક ભરૂચ સિવિલમાં ખસેડ્યો હતો.

ભરૂચ શહેરના ફાટાતળાવ કાનુગાવાડ વિસ્તારમાં રહેતો મહંમદ સલીમ ગુલામનબી શેખ તેના મિત્રો પાસે ફાટાતળાવ વિસ્તારમાં આવેલી એક ચણાવાલાની દુકાન પાસે ઉભા હતાં. તે વેળાં ઢાલ વિસ્તાર તરફથી આરીફ બોડો ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે મહમદને અપશબ્દો ઉચ્ચારી જિન્દા તુ દિખતા નહીં તેમજ કહેતાં મહમદે તેને સભ્યતાથી વાત કરવા કહેતાં મામલો ગરમાયો હતો. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં આરીફ બોડાઅે તેની પાસેના અસ્ત્રાવડે હૂમલો કરી તેને પેટ, હાથ તેમજ બરડામાં ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજાઓ થઇ હતી.અરસામાં આસપાસમાં ઉભેલાં લોકો દોડી આવતાં તેમણે મહમદને બચાવ્યો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
ભરૂચમાં યુવાને શખ્સને અપશબ્દો બોલવા બદલ ટોકતાં અસ્ત્રાથી હુમલો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App