જાગેશ્વર હત્યા કેસના આરોપી દંપતીને સબજેલમાં ધકેલાયાં

મીઠી તલાઇ આશ્રમના મહંતની હત્યા કરી હતી આરોપી દંપતીના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થયાં

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:11 AM
જાગેશ્વર હત્યા કેસના આરોપી દંપતીને સબજેલમાં ધકેલાયાં
વાગરાના જાગેશ્વર ખાતે આવેલા મીઠી તલાઇ આશ્રમના નાના મહંતની હત્યા કરનાર દંપતિના બે દિવસના રિમાન્ડ પુર્ણ થઇ જતાં આજે તેમને સબજેલમાં ધકેલવામાં આવ્યાં હતાં.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જાગેશ્વર ગામે આવેલાં મીઠી તલાઇ આશ્રમના નાના મહંત દયાનંદ સ્વામીના હત્યા કેસમાં એલસીબી પોલીસે હત્યારા દંપતિને વારાણસીના અસ્સીઘાટથી ઝડપી પાડ્યાં હતાં. પોલીસે હત્યાના કારસામાં અન્ય કોઇ સાગરિત છે કે કેમ તે સહિતની વિગતો મેળવવા માટે આરોપીઓને અદાલતમાં રજૂ કરતાં કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં. જોકે રિમાન્ડ દરમિયાન અન્ય કોઇ સાગરિતની સંડોવણી બહાર આવી ન હતી.

તેમજ અન્ય કોઇ ખાસ ખુલાસા થઇ શક્યાં ન હતાં. દરમિયાન તેમના રીમાન્ડ પુર્ણ થઇ જતાં તેમને પુન: કોર્ટમાં રજૂ કરવામાં આવતાં અદાલતે બન્નેને સબજેલમાં ઉતારી દેવાનો હૂકમ કર્યો હતો. જેથી પોલીસે જાપ્તા હેઠળ આરોપી દંપતીને ભરૂચ સબજેલમાં રવાના કર્યાં હતાં.

X
જાગેશ્વર હત્યા કેસના આરોપી દંપતીને સબજેલમાં ધકેલાયાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App