Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » Bharuch - જંબુસરના દેવલા રોડ પર બે બાઇક ભટકાતાં માતાનું મોત : પુત્રી ગંભીર

જંબુસરના દેવલા રોડ પર બે બાઇક ભટકાતાં માતાનું મોત : પુત્રી ગંભીર

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:11 AM

જમાઇ પત્ની અને સાસુને બાઇક પર બેસાડી ઘરે આવતાં હતાં જંબુસર પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • Bharuch - જંબુસરના દેવલા રોડ પર બે બાઇક ભટકાતાં માતાનું મોત : પુત્રી ગંભીર
    જંબુુસરના દેવલા રોડ પરથી એક યુવાન તેની પત્ની તેમજ સાસુને બાઇક પર બેસાડી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં એક બાઇક ચાલકે તેમની બાઇકને ટક્કર મારતાં તેની પત્ની અને સાસુ નીચે પટકાતાં બન્ને ગંભીર રીતે ઘવાયાં હતાં. જેમાં સાસુનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને જંબુસર બાદ વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જંબુસરના આશનવાડ ખાતે રહેતાં સંદિપ જીતસંગ પઢિયારે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બનેવી સહદેવ જશુભાઇ પરમાર તેમની બાઇક પર પત્ની જિજ્ઞાસા અને સાસુ સીતાબેન સાથે નાડા ગામે આવેલાં દેવજગન મંદીરે દર્શન કરવા માટે ગયાં હતાં. મંદીરે દર્શન કરી તેઓ પરત આવી રહ્યાં હતાં. તે વેળાં દેવલા રોડ પર

    ...અનુસંધાન પાના નં.2

    ધોળ પરબ પાસે પાછળથી પુરઝડપે ધસી આવતી એક બાઇકના ચાલકે તેમની બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઇક પર પાછળ બેસેલી પત્ની જિજ્ઞાસા તેમજ સાસુ સીતાબેન નીચે જમીન પર પટકાતાં બન્નેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો ઉભા રહી જતાં તેઓએ તુરંત ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કવાયત હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને જંબુસરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતાં ત્યાં સાસુ સીતાબેનનું મોત થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. જ્યારે પત્ની જિજ્ઞાસાને ગંભીર ઇજાઓ થઇ હોવાને કારણે તેને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending