• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Bharuch
  • ભરૂચના પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દરેક તાલુકાની બે કલાક સુધી બેઠક લીધી

ભરૂચના પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દરેક તાલુકાની બે કલાક સુધી બેઠક લીધી

લોકસભા બેઠક જીતવા ભાજપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી જિલ્લામાં નિમાયેલા ચાર પ્રભારીઓની આગેવાનો સાથે વન ટુ વન...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:11 AM
ભરૂચના પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દરેક તાલુકાની બે કલાક સુધી બેઠક લીધી
ભરૂચ લોકસભા બેઠક જીતવા માટે ભાજપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે નિયુકત કરેલા ચાર પ્રભારીઓએ તાલુકાવાર આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે.

રાજયના ગૃહમંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુરૂવારે અંકલેશ્વર, વાલીયા અને ભરૂચ તાલુકામાં બેઠકોનો દોર ચલાવ્યો હતો. તેમણે દરેક તાલુકાની બે કલાકથી વધારે બેઠક લઇ તૈયારીઓ વિશે રજેરજની માહિતી મેળવી હતી.

તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં ભાજપે જંબુસર બેઠક ગુમાવી દીધી હતી જયારે ઝઘડીયામાં છોટુભાઇ વસાવાને હરાવવાનું સ્વપ્ન રોળાઇ ગયું હતું. આગામી લોકસભાની ચૂંટણીમાં ફટકો ન પડે તે માટે ભાજપ અત્યારથી એકશનમાં આવી ગયું છે. જિલ્લાની ભરુચ, અંકલેશ્વર, વાગરા, ઝઘડીયા અને જંબુસર વિધાનસભા બેઠક માટે ચાર પ્રભારીઓની નિયુકત કરી દેવામાં આવી છે.

ગુરૂવારે પ્રભારીમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અંકલેશ્વર, વાલીયા અને ભરૂચમાં આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી. દરેક બેઠકમાં તેઓ આગેવાનોને વન ટુ વન મળ્યા હતાં અને તેમના દ્વારા થઇ રહેલી કામગીરી વિશે માહિતી મેળવી હતી. લોકસભાની ચુંટણીમાં ભરૂચ બેઠક જીતવા શું કરવું જોઇએ તેની રજે રજની માહિતી તેમણે મેળવી જરૂરી સુચના આપી હતી. તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદેદારો જોડાયાં હતાં.

પ્રદિપસિંહ જાડેજાએ કોસમડી તળાવની મુલાકાત લીધી

અંકલેશ્વરમાં આગેવાનોની બેઠક બાદ પ્રભારીમંત્રી વાલીયા તરફ જવાના રવાના થયા હતાં. તે દરમિયાન તેમણે કોસમડી ગામે આવેલા તળાવાની મુલાકાત લીધી હતી. આ તળાવ ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રદિપસિંહ જાડેજાએ તળાવની કામગીરીને નિહાળી હતી અને નવા નીરને જોઇ ખુશી વ્યકત કરી હતી.

X
ભરૂચના પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દરેક તાલુકાની બે કલાક સુધી બેઠક લીધી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App