ભરૂચમાં PFની યોજનાનો દરેકને લાભ આપવા તંત્ર સજ્જ

સેમિનાર | જિલ્લામાં પ્રથમ વખત યોજાયેલ સરકારી કચેરીમાં આઉટસોર્સિંગથી કામ કરતાં કર્મચારીઓના સેમીનારમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:11 AM
ભરૂચમાં PFની યોજનાનો દરેકને લાભ આપવા તંત્ર સજ્જ
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે સરકારી કચેરીઓમાં કાર્યરત આઉટસોર્સીંગ એજન્‍સીનાઓના માધ્‍યમથી ફરજ બજાવતાં કર્મચારીઓને ઇ.પી.એફ. અધિનિયિમના લાભોના વિષયમાં સેમિનાર યોજાયો હતો.

સેમીનારમાં જિલ્લાની સરકારી કચેરીઓમાં આઉટસોર્સીંગ એજન્‍સી મારફત ફરજ બજાવતાં કર્મચારીઓને પી.એ. તથા કા.રા.વી. યોજના અંતર્ગત મળતાં લાભોની તમામ વિગતોથી અવગત થાય તેમજ તે જરૂરીયાત સમયે કેવી રીતે તેનો લાભ ઉઠાવી શકે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્‍ટર રવિકુમાર અરોરાએ આઉટસોર્સીંગ એજન્‍સી મારફતે ફરજ બજાવતાં કર્મચારીઓને પી.એફ. કપાય છે તે બાબતે, પી.એફ. અને પરચૂરણ જોગવાઇઓ અંતર્ગત ઘડવામાં આવેલી યોજનાઓ લાગુ પડે તે માટે તાત્‍કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો હતો. કર્મચારીના પ્રોવિડન્‍ડ ફંડના ખાતામાં ફાળો જમા થાય છે તેની ચકાસણી જવાબદારી જે તે વહીવટી અધિકારીની રહેતી હોય છે. દરેકને અધિકારનો લાભ મળવો જોઇએ અને તેનો અમલ થાય તે ખુબ જ જરૂરી છે તેમ જણાવ્‍યું હતું. જિલ્લામાં આ પ્રથમવાર સેમીનારનું આયોજન કરવામાં અાવ્યું હતું.. સેમિનારમાં નિવાસી અધિક કલકેટરઆઇ.જે.માળી, તમામ પ્રાંત અધિકારીઓ, આઉટસોર્સીંગ કર્મચારીઓ, કર્મચારી ભવિષ્‍યનિધિ સંગઠનના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્‍યા હતા.

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનમાં સરકારી કચેરીઓમાં આઉટ સોર્સિંગથી ફરજ બજાવતાં કર્મચારીઓના પીએફ સંદર્ભમાં સેમીનાર યોજવામાં આવ્યો હતો.

X
ભરૂચમાં PFની યોજનાનો દરેકને લાભ આપવા તંત્ર સજ્જ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App