ભરૂચ પાલિકામાં આજે કારોબારી સહિતની સમિતિઓની રચના

ચેરમેન પદ મેળવવા દાવેદારો ગોડફાધરોના શરણે પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણીમાં નારાજ કોર્પોરેટરોને સાચવી...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:11 AM
Bharuch - ભરૂચ પાલિકામાં આજે કારોબારી સહિતની સમિતિઓની રચના
ભરૂચ નગરપાલિકામાં આજે કારોબારી સહિત વિવિધ સમિતિઓની રચના કરવામાં અાવશે. પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીમાં ધારાસભ્યનો દબદબો રહયો હોવાથી સમિતિની રચના પર સૌની મીટ મંડાઇ છે. ચેરમેન પદ મેળવવા માટે દાવેદારો ગોડફાધરોના શરણે ગયાં છે.

નગરપાલિકાની કારોબારી સહિત તમામ 11 સમિતિઓની મુદત પુરી થતાં આજે મંગળવારે નવી સમિતિઓની રચના કરવામાં આવશે. બપોરે 4 કલાકે મળનારી પાલિકાની સામાન્યસભામાં નવી સમિતિઓની રચના કરવામાં આવશે. પાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખની ચુંટણીમાં ભાજપનું સંગઠન અને ધારાસભ્ય વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. અંતે ધારાસભ્ય જૂથના ગણાતા સુરભી તમાકુવાલા અને ભરત શાહને પ્રમુખ અને ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યાં હતાં. પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી વખતે અનેક દાવેદારો નારાજ થયા હતાં પરંતુ પક્ષની શિસ્તના નામે તેમની નારાજગી વ્યકત કરી શકયા ન હતાં. આ નગરસેવકોએ હવે મલાઇદાર ગણાતી સમિતિઓના ચેરમેનપદ તરફ નજર દોડાવી છે અને તેઓ ગોડફાધરોના શરણે ચાલ્યાં ગયાં છે. બીજી તરફ ભાજપનું મોવડી મંડળ પણ નગરસેવકોની નારાજગી દુર કરવા તેમને ચેરમેનપદની લ્હાણી કરે તેવા સંજોગો દેખાઇ રહયાં છે.

X
Bharuch - ભરૂચ પાલિકામાં આજે કારોબારી સહિતની સમિતિઓની રચના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App