ભરૂચ-નર્મદામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો વિરોધ : ગામડાઓમાં સજ્જડ બંધ : 120ની અટક

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:11 AM
Bharuch - ભરૂચ-નર્મદામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ
ભરૂચ, અંકલેશ્વર રાજપીપળા | દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસે સોમવારે આપેલા ભારત બંધના એલાનને ભરૂચ અને નર્મદા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં બંધની સજજડ અસર જોવા મળી હતી જયારે શહેરોમાં કોંગ્રેસના કાર્યકરોના ગયા બાદ દુકાનો ફરીથી ખુલી ગઇ હતી. બંધના એલાનને સફળ બનાવવા માટે કોંગ્રેસ ચોકકસ રણનિતિ સાથે મેદાનમાં ઉતરી હતી. કાર્યકરોની ટીમોએ આખો દિવસ પોલીસને દોડતી રાખી હતી. ભરૂચના પાંચબત્તીથી સ્ટેશન સુધી આગેવાનો દુકાનો બંધ કરાવવા માટે નીકળયાં હતાં. જયારે યુવા કાર્યકરોની ટીમ હાઇવે તથા અન્ય રસ્તાઓ પર ટાયરો સળગાવી પોલીસને દોડતી રાખવામાં સફળ રહી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. નેત્રંગ, વાલીયા, ઝઘડીયા, જંબુસર, અામોદ, વાગરા, સાગબારા, દેડીયાપાડા, હાંસોટ, તિલકવાડા, ગરૂડેશ્વર સહિતના તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં સજજડ બંધ જોવા મળ્યો હતો. બંધના એલાનને અનુલક્ષી સમગ્ર જિલ્લાને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. આખા જિલ્લામાંથી 120થી વધારે કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર બે કિમી સુધી ચક્કાજામ

ભરૂચ અને દહેજને જોડતા સ્ટેટ હાઇવે પર કોંગી કાર્યકરોએ વિવિધ સ્થળોએ ટાયરો સળગાવ્યાં હતાં. દહેજની કંપનીઓમાં કર્મચારીઓને લઇ જતી લકઝરી બસો તેમણે અટકાવી દીધી હતી. શ્રવણ ચોકડીથી શેરપુરા સુધીના માર્ગ પર બે કીમી સુધી ચકકાજામ થઇ ગયો હતો. નંદેલાવ ફલાયઓવર સહિતના સ્થળોએ ટાયરો મુકી ચકકાજામના પ્રયાસો કરાયાં હતાં. કોંગ્રેસના આંદોલનના પગલે શાળા અને કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ, નોકરીયાતવર્ગનો મરો થયો હતો. બસો અધવચ્ચે અટકાવી દેવામાં આવતાં તેમને પદયાત્રા કરવાની ફરજ પડી હતી. બપોર બાદ દહેજ બાયપાસ રોડ પર વાહનવ્યવહાર રાબેતા મુજબ થયો હતો.

ભારત બંધ : સફળ બનાવવા કોંગ્રેસ, નિષ્ફળ બનાવવા પોલીસનો પકડદાવ

ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર કોંગ્રેસના કાર્યકરોએ ઠેરઠેર ટાયરો સળગાવતા શ્રવણ ચોકડીથી તેરપુરા સુધી બે કિમીનો ટ્રાફીકજામ થઈ ગયો હતો. તસવીર-રાજેશ પેઈન્ટર

શાળાઓ અને કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ

ભરૂચ શહેર તથા જિલ્લામાં ભારત બંધ દરમિયાન શાળા અને કોલેજોને બંધ કરાવવાનો પ્રયાસ કરાયો હતો. કેટલીક શાળાઓના સંચાલકોએ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી. ભરૂચની જે.પી.કોલેજની બહાર કાર્યકરો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ચકમક ઝરી હતી.

શહેરના રસ્તાઓ પર રીક્ષાઓ ફરતી દેખાઇ

કોંગ્રેસના ભારત બંધના એલાનને જય ભારત રીકશા એસોસીએશને ટેકો જાહેર કર્યો હતો. પરંતુ સોમવારે બંધના દિવસે રેલવે સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં રીકશાઓ રાબેતા મુજબ દોડતી જોવા મળી હતી. અમુક વિસ્તારોમાં રીકશા બંધ રહેતા લોકોને પગપાળા જવાની ફરજ પડી હતી.

X
Bharuch - ભરૂચ-નર્મદામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App