તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch ભરૂચના વોર્ડ 1ની 4 સોસાયટીઅોઅે ચૂંટણીના બહિષ્કારના બેનર લગાવ્યાં

ભરૂચના વોર્ડ 1ની 4 સોસાયટીઅોઅે ચૂંટણીના બહિષ્કારના બેનર લગાવ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી અાગામી 7મીઅે અોક્ટોબરે યોજાનાર છે. ત્યારે વિસ્તારમાં અાવેલી 4 સોસાયટીના રહિશોઅે ચુંટણીના બહિષ્કારનું અેલાન કર્યું છે. સોસાયટીના રહિશોઅે બેનરો લગાવી ચુંટણીમાં મત માટે કોઇ પક્ષે અાવવું નહીં તેવી ચીમકી અાપી છે.

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટર ખેરૂન્નિસા ઉસ્માન પટેલે અંગત કારણોસર સભ્યપદેથી રાજીનામું અાપ્યું હતું. જેના પગલે ખાલી પડેલી સભ્યની સીટ માટે પેટા ચુંટણીનું અાયોજન અાગામી 7મી અોક્ટોબરના રોજ યોજવામાં અાવનાર છે. જેમાં કોંગ્રસ તરફેથી રજીયાબેન મહંમદ પટેલ તેમજ ભાજપ તરફેથી તારાબેન વસાવાઅે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારો તેમના પ્રચાર કરે તે પહેલાં જ વિસ્તારમાં અાવેલી ચાર સોસાયટીઅો હબીબ પાર્ક, નુરાની સોસાયટી, સાબેના પાર્ક તેમજ બીજલી નગરના રહિશોઅે ચુંટણીના વિરોધનો સૂર ઉઠાવ્યો છે. ગઇકાલે રાત્રે સોસાયટીઅોના રહિશોઅે વિવિધ સ્થળે મતદાન બહિષ્કારના બેનરમાં રોડ નહીં તો વોટ નહીંના સુત્રો લખ્યાં હતાં. સ્થાનિક રહિશોઅે અાક્ષેપ કર્યાં હતાં કે, છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી તેમની સોસાયટીઅોમાં રસ્તો બનાવવાની માંગણી કરવામાં અાવી રહી હોવા છતાં રસ્તા બનાવાયાં નથી. જેના પગલે સ્થાનિક રહિશોઅે ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

ભરૂચ પાલિકાના વોર્ડ 1માં આવેલી 4 સોસાયટીઓના રસીશોએ પાલિકાની પેટા ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. -રાજેશ પેઈન્ટર

ઇમરજન્સીમાં સ્થાનિકોને હાલાકી પડે છે
અમારી સોસાયટીઅોમાં છેલ્લાં 10 વર્ષથી વધુ સમયથી રસ્તાઅો બન્યા નથી. સ્થાનિક કોર્પોરેટરોને તેમજ પાલિકા સત્તાધિશો અને અધિકારીઅોને વારંવાર રજૂઅાતો કરી રોડ બનાવવાની માંગ કરી છે. છતાં કોઇ કાર્યવાહી થતી નથી. જેના કારણે ઇમરજન્સીના સમયે વિસ્તારના લોકોને હાલાકી વેઠવી પડે છે. જેથી વિસ્તારના લોકોઅે ત્રાસી જઇઅે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. અાસીફ ખીલજી, સ્થાનિક રહિશ

ગ્રાન્ટ મંજૂર થઇ ગઇ છે રસ્તો બની જશે
હાલમાં રસ્તાના મુદ્દે જે ચાર સોસાયટીઅોના રહિશોને હાલાકી વેઠવી પડી રહી છે. તેમની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે અાવી જશે. નગરપાલિકામાંથી 6 લાખ ઉપરાંત તેમજ સાંસદ અહેમદ પટેલની ગ્રાન્ટમાંથી પણ 6 લાખની ગ્રાન્ટ મંજૂર થઇ છે. ત્યારે વિસ્તારની પાણી, લાઇટ સહિતના અન્ય પ્રશ્નોના જે રીતે નિરાકરણ લાવવામાં અાવ્યાં છે. તે જ રીતે રસ્તાનો પ્રશ્ન પણ સત્વરે હલ થઇ જશે. રસ્તાની ગ્રાન્ટ અાવી ગઇ છે ત્યારે વહિવટી મંજૂરી મળતાં કામગીરી શરૂ થઇ જશે. સલીમ અમદાવાદી, નગરસેવક, વોર્ડ નંબર 1

અન્ય સમાચારો પણ છે...