તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch વહાલુ ગામે માત્ર રૂા. 30 માટે એક શખ્સનો યુવાન પર હુમલો

વહાલુ ગામે માત્ર રૂા. 30 માટે એક શખ્સનો યુવાન પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ તાલુકામાં અાવેલાં વહાલુ ગામે રહેતાં બે શખ્સોઅે બળતણના લાકડા વેચ્યાં બાદ તેના રૂપિયાના ભાગ પાડતાં બાકીના 30 રૂપિયા મામલે બન્ને વચ્ચે ઝડઘો થયો હતો. મામલો ગરમાતાં શખ્સે યુવાન પર પાળીયાથી હૂમલો કરી ગંભીર ઇજાઅો પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં અાવેલાં વહાલુ ગામે રહેતો વિજય રમણ વસાવા તેમજ તેની સાથેનો મહેશ ભીખા વસાવા ગામના મુસાભાઇ બક્ષના ખેતરમાં નિંદણ કરવા માટે ગયાં હતાં. જ્યાંથી ઘરે અાવતી વેળાં તેમણે બળતણ માટેના લાકડા ભેગા કરી લાવ્યાં બાદ ગામમાં અેક શખ્સને વેચ્યાં હતાં. જેના તેમને 150 રૂપિયા મળતાં તેના બે ભાગ કરવાના હતાં. જેમાં વિજયને મહેશ પાસેથી 30 રૂપિયા લેવાના થતાં હોઇ તેણે મહેશ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...