• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Bharuch
  • ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી મોબાઇલની ચોરી થયાંની ફરિયાદ

ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી મોબાઇલની ચોરી થયાંની ફરિયાદ

મુંબઇનો પંચાલ પરિવાર ઉદેપુરથી પરત આવતો હતો : ઉદેપુર બાન્દ્રા ટ્રેનમાં બનેલી ઘટના

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:10 AM
ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી મોબાઇલની ચોરી થયાંની ફરિયાદ
મુંબઇના કાંદીવલી ખાતે રહેતો પંચાલ પરિવાર ઉદેપુર ગયો હતો. જ્યારે ત્યાંથી પરત આવતી વેળાં ઉદેપુર બાન્દ્રા સુપરફાસ્ટ ટ્રેનમાં તેમનો 16 હજારની મત્તાનો મોબાઇલ કોઇ ચોર ચોરી ગયો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મુંબઇના કાંદીવલી વિસ્તારમાં રહેતાં દિપક ચુનીલાલ પંચાલ તેમના પરિવાર સાથે ઉદેપુર ગયાં હતાં. જ્યાંથી તેઓ પરત ઉદેપુર બાંન્દ્રા સુપરફાસ્ટ અક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇ પરત આવવા માટે નિકળ્યાં હતાં. દરમિયાન રાત્રીના સમયે તેઓ ટ્રેનમાં સુઇ ગયાં બાદ સવારે 9 કલાકના અરસામાં તેઓ ઉઠી જતાં તેમણે તેમનો મોબાઇલ તેમના તકિયા નીચે મુકી શૌચાલયમાં ગયાં હતાં. જ્યાંથી પરત આવી જોતાં તેમનો મોબાઇલ તેમને નહીં મળતાં તપાસ કરતાં આસપાસના લોકોને તે બાબતે કોઇ જાણ નહીં હોવાનું માલુમ પડ્યું હતું. દરમિયાન ભરૂચ સ્ટેશને ટ્રેન ઉભી રહી હોઇ કોઇ ચોરે તેમનો મોબાઇલ ચોરી કરી ભરૂચ સ્ટેશને ઉતરી ગયો હોવાની શંકા ઉભી થઇ હતી. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ રેલવે સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી મોબાઇલની ચોરી થયાંની ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App