Home » Daxin Gujarat » Latest News » Bharuch » ભરૂચમાં મુખ્ય માર્ગો પર દબાણ કરનારા લારી સંચાલકો પર સપાટો

ભરૂચમાં મુખ્ય માર્ગો પર દબાણ કરનારા લારી સંચાલકો પર સપાટો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:10 AM

શહેરના સ્ટેશન રોડ અને સેવાશ્રમ રોડ પર કાર્યવાહી એ ડિવિઝન પોલીસની ટીમે કામગીરી કરી ભરૂચ એ ડિવિઝન...

  • ભરૂચમાં મુખ્ય માર્ગો પર દબાણ કરનારા લારી સંચાલકો પર સપાટો

    ભરૂચ શહેરના મુખ્યમાર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ લારીઓ ઉભી રાખી અને દબાણ કરી વેપલો કરતાં લારી સંચાલકો સામે આજે અે ડિવિઝન પોલીસે સપાટો બોલાવ્યો હતો. પોલીસે સ્ટેશનરોડ તેમજ સેવાશ્રમ રોડ પર પેટ્રોલિંગ કરી 7થી વધુ લારી સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

    ભરૂચ શહેર વિસ્તારમાં મુખ્યમાર્ગો પર આડેધડ લારીઓ ઉભી રહેવાને કારણે ટ્રાફિક ઉપર તેની ભારે અસર પડી રહી છે. સવારે અને સાંજે પિક-અવરમાં શહેરના મુખ્યમાર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી જતી હોય છે. ત્યારે વાહન વ્યવહારને નડતરરૂપ થાય તે રીતે પોતાની લારીઓ ઉભી રાખનારા લારી સંચાલકો સામે આજે એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેના ભાગરૂપે શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં તેમજ સેવાશ્રમ રોડ વિસ્તારમાં આડેધડ પોતાની લારી ઉભી રાખી દબાણ કરનાર અને ટ્રાફિકને નડતરરૂપ થનારા લારી સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે 7થી વધુ લારી સંચાલકોની લારીઓ જપ્ત કરી તેમની સામે દંડનિય કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending